Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વોટ્‍સએપ પર આવેલી અજાણી લિન્‍કથી સાવધાનઃ સાયબર ઠગબાજો વો્‌ટસએપના માધ્‍યમથી બેન્‍ક એકાઉન્‍ટની વિગતો જાણી શકે

આવા મેસેજને ઇગ્નોર કરવાઃ જે નંબરથી મેસેજ મળ્‍યા તેને ક્‍લીન ન કરતા બ્‍લોક કરવો

ધ્યાન રાખજો નહીંતર Whatsappના માધ્યમથી આપની સાથે થઈ શકે છે છેતરપિંડી કારણ કે સાયબર ઠગબાજોએ આપનું બેંક એકાઉન્ટ વોટ્સએપના માધ્યમથી ખાલી કરવા શોધી કાઢ્યો છે એક નવો કિમીયો અજમાવ્યો છે.આજે આપને અમે જણાવીશું કે વોટ્સએપના માધ્યમથી આપનું બેંક ખાતું ખાલી કરી દેવા ઠગબાજો કેવી ટેક્નિક અપનાવે છે અને તેનાથી બચવા તમારે શું કરવું...

રિપોર્ટ્સ મુજબ સ્કેમર્સ વોટ્સએપ યુઝરને એક લિંક મોકલે છે. જેમાં દાવો કરાયો હોય છે કે યુઝર એક સરળ સર્વે ભરીને ઈનામ જીતી શકે છે. વોટ્સએપ યુઝર જ્યારે સવાલોના જવાબ આપી તેને વેબસાઈટ પર મોકલે છે ત્યારે તેમને તેમનું નામ, ઉંમર, એડ્રેસ, બેંકની જાણકારી અને અન્ય વ્યક્તિગત ડેટા જેવી સંવેદનશીલ જાણકારી ભરવા માટે કહેવાય છે.

Whatsappનું આ જે નવું સ્કેમ સામે આવ્યું છે તેનું નામ છે 'Rediroff.com' અથવા 'Rediroff.ru' જેનાથી વેબસાઈટ યુઝરની સંવેદનશીલ જાણકારી જેમ કે તેનું આઈ.પી એડ્રેસ, ડિવાઈસનું નામ અને અન્ય વ્યક્તિગત ડિટેઈલનો દુરુપયોગ થઈ શકે છે. ખેર, આ તો ઠગબાજોની મોડેસ ઓપરેન્ડીની વાત થઈ, હવે એ સમજી લઈએ કે આવા સ્કેમથી બચવું કઈ રીતે.

તો સૌથી પહેલા આવા મેસેજને ઈગ્નોર કરો. કોઈ અજાણી લિંક હોય તો તે ગમે તેટલી આકર્ષક હોય તેના પર ક્લિક ન કરો. જે નંબરથી આપને મેસેજ મળ્યો છે એ નંબરને તરત જ બ્લોક કરો અને આપના મોબાઈલમાં એન્ટી વાયરસ એપ રાખો.

(5:11 pm IST)