Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

યુકેની ઇકોનોમી બીજા વિકસિત દેશો કરતા ખરાબ રહેશેઃ ઇટાલી - જર્મની આગળ નીકળશે

આંતરરાષ્‍ટ્રીય નાણા ભંડોળની ભવિષ્‍યવાણી

નવી દિલ્‍હી, તા.૩૧: પોતાની નવિનતમ આર્થિક આગાહીમાં આંતરાષ્‍ટ્રીય નાણાં સંસ્‍થાએ કહ્યું છે કે રશીયા સહિતના કોઇ પણ વિકસીત દેશ કરત યુકેની અર્થવ્‍યવસ્‍થા વધારે નબળી રહેશે. આઇએમએફની આગાહી અનુસાર યુકેનો જીડીપી ૨૦૨૩માં ૦.૬ ટકા રહેશે પણ તેણે એ પણ નોંધ લીધી હતી કે વૈશ્‍વિક અર્થ વ્‍યવસ્‍થા ધાર્યા કરતા વધારે સારી રહેશે.

આઇએમએફ એ નોંધ્‍યુ છે કે કડક નાણાંકીય નીતિઓ અને આર્થિક શરતો તથા હજુ પણ ઉંચા વીજ દરોના કારણે જીવન જરૂરિયાતની વસ્‍તુઓના ભાવો ઉંચા હોવાથી યુકેની અર્થવ્‍યવસ્‍થાને ઘટાડાનો સામનો કરવો પડશે. આ પહેલા યુકે માટે ચાલુ વર્ષે ૦.૩ ટકા અને આગામી વર્ષ ૦.૬ ટકા વિકાસનો અંદાજ જ મુકાયો હતો પણ આઇએમએફનો અંદાજ ચાલુ વર્ષે માઇનસ ૦.૬ ટકા અને ૨૦૨૪માં ૦.૯ ટકા વિકાસનો છે.

આઇએમએમ એ કહ્યું કે ચીનમાં આરોગ્‍યની ગંભીર સ્‍થિતી અને રશીયા- યુક્રેન યુધ્‍ધના કારણે વૈશ્‍વિક નાણાંકીય સ્‍થિતી નીચે આવી શકે છે આઇએમએફ એ ઇટલી અને જર્મની માટેનો પોતાનો અંદાજ સુધારતા કહ્યું છે કે ૨૦૨૩માં આ બંને દેશોની અર્થવ્‍યવસ્‍થા યુકે કરતા વધારે સારી રહેશે.(

(1:43 pm IST)