Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

શ્રીકૃષ્‍ણ અને હનુમાન છે દુનિયામાં સૌથી મહાન ડિપ્‍લોમેટ્‍સઃ જયશંકર

પુણે,તા.૩૧: વિદેશપ્રધાન એસ. જયશંકરની ડિપ્‍લોમસીથી સમગ્ર દેશ ઇમ્‍પ્રેસ છે. વિપક્ષોએ પણ કેટલાક પ્રસંગોએ તેમની પ્રશંસા કરી છે. જોકે જયશંકર કોની ડિપ્‍લોમસીથી ઇમ્‍પ્રેસ છે એ તેમણે એક કાર્યક્રમમાં જણાવ્‍યું હતું. તેમણે ડિપ્‍લોમસી વિશે સમજાવતી વખતે પવિત્ર ધર્મગ્રંથો રામાયણ અને મહાભારતના મહત્ત્વ પર ભાર મૂક્‍યો હતો.

તેમની ઇંગ્‍લિશ બુક ‘ધ ઇન્‍ડિયા વે : સ્‍ટ્રેટેજીસ ફોર એન અન્‍સન્‍ટર્ન વર્લ્‍ડ'ના વિમોચન માટે પુણેમાં એક ઇવેન્‍ટમાં તેમણે કહ્યું હતું કે ‘દુનિયામાં સૌથી મહાન ડિપ્‍લોમેટ્‍સ ભગવાન શ્રીકૃષ્‍ણ અને હનુમાન છે. જો આપણે હનુમાન તરફ નજર કરીએ તો તેઓ ડિપ્‍લોમસીથી આગળ વધ્‍યા હતા. તેઓ મિશનમાં આગળ વધ્‍યા, સીતામાતાનો સંપર્ક કર્યો અને લંકાને આગ પણ લગાડી હતી.'

પાકિસ્‍તાનને ધ્‍યાનમાં રાખીને વ્‍યૂહાત્‍મક ધીરજ વિશે સમજાવવા માટે તેમણે અનેક વખત શિશુપાલને માફ કરનારા ભગવાન શ્રીકૃષ્‍ણનું ઉદાહરણ આપ્‍યું હતું. જયશંકરે કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્‍ણે વચન આપ્‍યું હતું કે તેઓ શિશુપાલની ૧૦૦ ભૂલ માફ કરશે, પરંતુ ૧૦૦મી ભૂલ બાદ તે કોઈ નવી ભૂલ કરશે તો તેઓ તેને મારી નાખશે. જે બાબત એક સારા ડિસિઝન મેકરની ખૂબ જ મહત્ત્વની ક્‍વોલિટીનું મહત્ત્વ સૂચવે છે.

જયશંકરે વધુ જણાવ્‍યું હતું કે ‘આ આપણી વાસ્‍તવિકતા છે. પાંડવોને તેમના રિલેટિવ્‍સની પસંદગી કરવાની છૂટ નહોતી. એ જ રીતે આપણે આપણા પાડોશીઓને પસંદ ન કરી શકીએ.'

(11:26 am IST)