Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

કાશ્મીરમાં નવેસરથી બરફવર્ષા :ઉત્તરાખંડ,હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા :રાજસ્થાન- દિલ્હીમાં કાતિલ ઠંડી

દ્રાસનું તાપમાન ૧૨ ડિગ્રી વધીને માઇનસ ૧૮ ડિગ્રી થયું

જમ્મુ કાશ્મીરમાં નવેસરથી બરફ વર્ષા શરૂ થઈ હતી અને તાપમાનમાં વધારો થયો હતો. હળવી બરફ વર્ષાને કારણે લોકોને ઠંડીમાં રાહત મળી હતી. આજે કારગીલના દ્રાસનું તાપમાન ૧૨ ડિગ્રી વધીને માઇનસ ૧૮ ડિગ્રી થયું હતું.  ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઇ હતી. હિમાચલમાં પણ ફરી બરફ વર્ષા થઇ હતી.

 રાજસ્થાન અને દિલ્હીમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. રાજ્યભરમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આગામી રવિવાર અને સોમવારે શીત લહેરની હવામાન વિભાગની આગાહી કરી છે

(1:07 pm IST)