Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વિશ્વભરમાં ચંદ્રગ્રહણનો અદભુત નજારો : વર્ષ-2018નું પહેલું ચન્દ્રગ્રહણ :ત્રણ રંગોમાં દેખાયું :હજારો ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી

મંદિરોના કપાટ બંધ રખાયા:પૂર્ણ ગ્રહણની 77 મિનિટની અવધિ:વારાણસીના ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી :રાતે 9 કલાકે કાશી ગંગામાં આરતી:લોકો સુપર બ્લૂ મૂનની ઝલક મેળવવા ઉત્સુક

 

અમદાવાદ: આજે સાંજે વર્ષ 2018નું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થયું હતું ચન્દ્રગ્રહણ વેળાએ હજારો ભાવિકોએ ગંગામાં ડૂબકી લગાવી હતી ગ્રહણ પૂર્ણ થયા બાદ ગંગાના ઘાટે આરતી કરાઈ હતી  વખતે ચંદ્રગ્રહણ ત્રણ રંગોમાં દેખાયું હતું જેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી ખગોળ શાસ્ત્રીઓ મુજબ આવી ઘટના 150 વર્ષોમાં પહેલી વખત બની કે જ્યારે મહિનામાં બીજી પૂનમ અને ચંદ્રગ્રહણની સાથે બ્લૂ મૂનની ઘટના જોવા મળી હતી ચંદ્રગ્રહણને કારણે દેશભરમાં મંદિરોમાં કપાટ પણ બંધ રાખવામાં આવ્યા. પૂર્ણ ચંદ્રગ્રહણની અવધિ 77 મિનિટની રહી હતી

     ચંદ્રગ્રહણે વારાણસીના ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી હતી વારાસણીના પ્રખ્યાત દશાશ્વમેઘ ઘાટ પર ગ્રહણ પહેલા હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને ગ્રહણની અવધિ પુરૂ થવા પર રાતે 9 કલાકે કાશી ગંગામાં આરતી થઈ હતી.

    દેશભરમાં લોકો સુપર બ્લૂ મૂનની ઝલક મેળવવા ઉત્સુક દેખાયા  હતા વર્ષે જાન્યુઆરીમાં બીજી વખત ચંદ્ર ધરતીની સૌથી નજીક છે. વાદળી ચંદ્રનો આકાર સામાન્યથી વધુ મોટો હશે.દેશના અલગ-અલગ શહેરોમાંથી સતત ચંદ્રગ્રહણની તસવીરો આવી રહી છે. હરિદ્વારમાં હર કી પૌડી પર ગંગા સ્નાન માટે લોકોની ભીડ ઊમટી હતી .

ચંદ્રગ્રહણ દેશ અને દુનિયામાં સૌથી ટ્રેન્ડિંગ ટૉપિક રહ્યો. દુનિયાભરના સામાન્ય લોકોથી માંડીને મોટી-મોટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો, જ્યોતિષીઓની નજર અત્યારે ચંદ્રગ્રહણ પર ટકેલી રહી હતી દુનિયાભરના ફોટોગ્રાફર્સ અદભુત ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી.હતી  તેમના માધ્યમથી  દુનિયાના સૌથી અદભુત ચંદ્રગ્રહણના કેટલાક ફોટોગ્રાફ્સ

દુનિયાભરમાં પ્રસિદ્ધ અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી પર ચંદ્રગ્રહણનો નજારો

અમેરિકાના સેન્ટા મોનિકા પરથી સૂર્યગ્રહણનો નજારો

ટોક્યોના પ્રસિદ્ધ સ્કાય ટ્રી ટાવર પર જાણે ચંદ્રને ચોટાડવામાં આવ્યો તેવો અદભુત નજારો કેમેરા કેદ થઈ ગયો.

મ્યાનમાર અતિ પ્રસિદ્ધ પેંગોડાની સુંદરતામાં વધારો કરતા ચંદ્રગ્રહણનો ધ્યાનાકર્ષક નજારો

થાઈલેન્ડના શહેર બેંગકોકની એક ઐતિહાસિક ઈમારત આગળ કેમેરામાં કેદ થયેલો ચંદ્રગ્રહણનો નજારો

(12:29 am IST)