Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મમ્મીનું આખરે દીકરા સાથે થયું મિલન

 ઉત્તર પ્રદેશની જેમ બિહારમાં પણ કિડનેપિંગ એક ઉદ્યોગ બની ગયો છે. ત્યાં શ્રીમંત વ્યકિતઓ ઉપરાંત નાનાં બાળકોના પણ અવારનવાર અપહરણ થતાં હોય છે અને બાનના બદલામાં મોટી રકમ પડાવવામાં આવે છે. ગઇકાલે બિહારમાં ૬ વર્ષના અપહૃત બાળક સૌરભ રાજનું પોલીસે માત્ર ૧ર કલાકની અંદર તેની મમ્મી સાથે મિલન કરાવ્યું હતું. લોઅર  KG માં ભણતો આ બાળક સોમવારે બપોરે જેવો સ્કૂલમાંથી બહાર આવ્યો કે તરત જ મોટરબાઇક પર આવેલા બે કિડનેપરો ચોકલેટની લાલચ આપી તેને ઉપાડી ગયા હતા. પોલીસના જબરદસ્ત પ્રેશરને કારણે કિડનેપરો રાત્રે સૌરભને સોનપુર સ્ટેશન પર મૂકીને ભાગી ગયા હતા. પોલીસે કહ્યું હતું કે  CCTV કેમેરાના ફુટેજ પરથી આરોપીની ઓળખ થઇ ગઇ છે.

(3:31 pm IST)