Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ભૂકંપથી હલબલ્યુ ઉ.ભારતઃ દિલ્હીથી લાહોર-કાબુલ ધણધણ્યા

આજે બપોરે ૧૨:૩૦ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૨ : કેન્દ્રબિંદુ અફઘાનનું હિંદુકુશ : ભૂકંપથી બલુચિસ્તાનમાં ૧ બાળકીનું મોત : અનેક ઘાયલ : અનેક મકાનો તૂટી ગયા : જમ્મુ - કાશ્મીર, હરીયાણા, પંજાબમાં લોકો ઘરની બહાર દોડી ગયા

નવી દિલ્હી : દિલ્હી - એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતને આજે ભૂકંપના આંચકાએ ધ્રુજાવ્યુ. દિલ્હી ઉપરાંત, જમ્મુ - શ્રીનગર, યુપીના અનેક શહેરોમાં આ આંચકાનો અનુભવ બપોરે અંદાજે ૧૨:૪૦ મિનિટે અનુભવાયા. ભૂકંપના આંચકા વધુ સમય સુધી અનુભવાયા. યુએસ જીયોલોજીકલ વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા ૬.૧ હતી અને તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશ ક્ષેત્રની જમીનથી અંદાજે ૧૯૦ કિ.મી. નીચે હતું. હજુ સુધી જાન-માલના નુકશાનના કોઈ અહેવાલ નથી.

 

દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા. જાણવા મળી રહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે તીવ્રતાના આંચકા અનુભવાયા છે. જાણવા મળી રહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં અતિ તિવ્રતાવાળા આંચકા અનુભવાયા છે. જો કે ત્યાં પણ જાન-માલના નુકશાનના અહેવાલ નથી.

 

ભૂકંપના આંચકા પાડોશી દેશ પાકિસ્તાન - અફઘાનિસ્તાનમાં પણ અતિ તિવ્રતાવાળા આંચકા અનુભવાયા છે. પાકિસ્તાનમાં લાહોર જીલ્લામાં ભૂકંપ આવ્યો, બીજી બાજુ અફઘાનિસ્તાનમાં હિંદુકુશ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

પાકિસ્તાન મીડીયાના જણાવ્યા મુજબ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભૂકંપના લીધે એકનું મોત અને અનેક લોકોને ઈજા થયાના અહેવાલ છે.

મોહાલી, પંચકુલા અને આસપાસના ગામડાના લોકોએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા. મોહાલીમાં અફડાતફડીનો માહોલ છે અને પંચકુલામાં લોકો રસ્તા પર દોડી આવ્યા.

(6:36 pm IST)