Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નવા નામ અને ૨૬ કટ્સ સાથે પદ્માવતી રજૂ થઇ શકે : રિપોર્ટ

ફિલ્મનું નામ બદલી પદ્માવત કરવા સેન્સર બોર્ડ દ્વારા સૂચન કરાયું : સેન્સર બોર્ડ દ્વારા રચવામાં આવેલી પેનલે ઘણા સૂચનો કર્યા : સૂચનો અમલી બનશે તો ફિલ્મ રજૂ થઇ શકે : વિવાદ અકબંધ : રસ્તાઓ કાઢવાના પ્રયાસો

મુંબઈ,તા. ૩૦ : ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતીની રજૂઆતનો માર્ગ મોકળો થઇ ગયો છે. મિડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, સેન્સર બોર્ડે ફિલ્મને ૨૬ કટ્સ સાથે રજૂ કરવાની મંજુરી આપી દીધી છે. સાથે સાથે સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત ઘુમર ગીતમાં ફેરફાર કરવા માટે પણ કહ્યું છે. આને લઇને સેન્સર બોર્ડ દ્વારા રચવામાં આવેલી એક પેનલના સુચનો ઉપર આ પ્રકારની બાબતો મળી આવે છે. મળેલી માહિતી મુજબ જો સૂચન મુજબ આ ફેરફાર કરવામાં આવશે તો યુએ સર્ટિફિકેટ આપવામાં આવી શકે છે. એનો અર્થ એ છે કે, આ ફિલ્મને ૧૨ વર્ષથી ઓછી વયના બાળકો માતા-પિતાના નિર્દેશનમાં જોઇ શકશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મના પ્રથમ એક ડિસ્ક્લેમર પણ આપવાની જરૂર પડશે. એટલે કે ફિલ્મની પટકથાને કાલ્પનિક દર્શાવવામાં આવશે. અલબત્ત હજુ સુધી ફિલ્મના નિર્દેશક સંજય લીલા અથવા તો નિર્માતા કંપની તરફથી કોઇ પણ પ્રતિક્રિયા મળી નથી. એમ માનવામાં આવે છે કે, આ શરતોને માની લેવાની ગણતરી ચાલી રહી છે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ૨૮મી ડિસેમ્બરના દિવસે ફિલ્મને લઇને એક બેઠક યોજી હતી. અંતિમ નિર્ણય સુધી પહોંચવા માટે સીબીએફસીએ એક ખાસ પેનલની રચના કરવાની જરૂરિયાત અનુભવ કરી હતી. આ વિશેષ પેનલમાં ઉદેપુરના અરવિંદ સિંહ, જયપુર યુનિવર્સિટીના ડોક્ટર ચંદ્રમણી સિંહ અને પ્રોફેસર કેકે સિંહ સામેલ હતા. અરવિંદ સિંહના  લોકો હજુ પણ નારાજ દેખાઈ રહ્યા છે. કેટલાક સંગઠનોના આક્ષેપ છે કે, ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીને વધુ ભૂમિકામાં દર્શાવવામાં આવ્યો છે. ખિલજી અને રાની પદ્માવતી વચ્ચે ડ્રીમ   સિકવન્સ દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘુમર ડાન્સમાં પણ રાજપૂત સમાજની ખોટીરીતે છાપ દર્શાવવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, પુરુષોની સામે રાણી ક્યારે ડાન્સ કરતી ન હતી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે, ઘુમર ગીતમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. ફિલ્મને લઇને વિવાદ અકબંધ રહ્યો છે. સેન્સર બોર્ડે ફિલ્મનું નામ પણ બદલી દેવા માટે સૂચન કર્યું છે. સીબીએફસી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બોર્ડે યુએ પ્રમાણપત્ર આપવાની તૈયારી દર્શાવી છે. બીજી બાજુ સંજય લીલાનું કહેવું છે કે, તેઓએ ૧૫૦ કરોડ રૂપિયા આ ડ્રામા ફિલ્મ ઉપર ખર્ચ કર્યા છે. ફિલ્મમાં દિપીકા, શાહીદ કપૂર અને રણવીરસિંહની ભૂમિકા છે. મલિક મોહમ્મદ જાયસી દ્વારા ૧૬મી સદીની કવિતા પદ્માવત ઉપર આ ફિલ્મ આધારિત છે. સીબીએફસીના ચેરમેન પ્રસુન્ન જોશીની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી જેમા ંકમિટિના સભ્યો અને સેન્સર બોર્ડના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મને બેલેન્સ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. પેનલના સભ્યોએ કહ્યું છે કે, તમામ પાસા ચર્ચાવામાં આવી ચુક્યા છે. ફિલ્મની અંતિમ થ્રીડી એપ્લિકેશન ૨૮મી નવેમ્બરે સુપ્રત કરાઈ હતી.

(7:48 pm IST)