Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

પત્નીને ડુબાવવા માગતો પતિ ખુદ પોતે જ ડુબી ગયો!

કરવી હતી પત્નીની હત્યા અને ગુમાવી બેઠો પોતાનો જ જીવઃ ફરવાના બહાને લઇ આવ્યો હતો પત્નીને

ફિરોઝપુર તા. ૩૦ : પંજાબના ફિરોઝપુરમાં એક વિચિત્ર ઘટના બની છે. જેમાં એક વ્યકિત પોતાની પત્નીની હત્યા કરવા માટે તેને નહેરના કિનારે લઈ આવ્યો હતો. જોકે પત્નીને નહેરમાં ફેકવામાં પતિ સફળ પણ રહ્યો હતો પરંતુ પત્ની નહેરમાં પડ્યા બાદ જીવ બચાવવાનો પ્રયાસ કરતી હતી જેથી પતિ પણ નહેરમાં ઉતર્યો અને તેને ડુબાવવા પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ નસીબજોગે નહેરનો ભારે પ્રવાહ પત્નીની જગ્યાએ પતિને વહાવી ગયો. પોલીસ આ મામલે વહી ગયેલા યુવકની બોડીની શોધખોળ કરી રહી છે. જયારે પતિનો ભાઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. આ ઘટના બુધવારે ત્યારે ઘટી જયારે અનવર મસીહ(૨૯) નામનો વ્યકિત પોતાની પત્ની કોમલ(૨૬)ને ફરવાના બહાને નહેરના કિનારે લઈ આવ્યો હતો.

પત્નીએ કહ્યું કે પતિ અને તેનો ભાઈ તેણીને પાણીમાં ડુબાવવા માગતા હતા પરંતુ તે બચવામાં સફળ થઈ રહી હતી જે જોઈને તેનો પતિ પણ નહેરમાં ઉતર્યો અને તેને ભારે પ્રવાહ તરફ ધક્કો મારતો હતો પરંતુ અચાનક તે જ ભારે પાણીમાં વહેવા લાગ્યો અને પોતે જેમતેમ કરીને કિનારે આવી જીવ બચાવવામાં સફળ રહી.

(10:20 am IST)