Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જોખમી દેશોમાંથી મહારાષ્ટ્ર આવેલા 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ: તંત્રમાં દોડધામ

મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા ભાયંદર અને પુણેમાં 1-1 અને પિંપરી ચિંચવાડમાં નાઈજીરિયાથી પરત આવેલા 2 લોકો સંક્રમિત

મુંબઈ :જોખમી દેશોમાંથી મહારાષ્ટ્રમાં પરત ફરેલા 6 મુસાફરો કોરોના સંક્રમિત મળતા તંત્રમાં દોડધામ મચી જવા [પામી છે આ છ લોકોમાં મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા ભાયંદર અને પુણેમાં 1-1 અને પિંપરી ચિંચવાડમાં નાઈજીરિયાથી પરત આવેલા 2 લોકો સંક્રમિત મળ્યા છે.

મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે મંગળવારે આ માહિતી આપી.હતી આરોગ્ય વિભાગે કહ્યું કે આ તમામ લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના કોન્ટેક્ટ્સને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ મુસાફરો કે જેઓ સંક્રમિત જોવા મળ્યા છે, તેમાં સંક્રમણના લક્ષણો હળવા છે અથવા તો બિલકુલ નથી.

  કેન્દ્રએ મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસના નવા સ્વરૂપ, કોમિક્રોન અંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની તપાસ અને અસરકારક દેખરેખ ઝડપી બનાવવા સલાહ આપી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું કે એવું નથી કે SARS-CoV-2 નું ઓમિક્રોન સ્વરૂપ RT-PCR અને RAT પરીક્ષણો દ્વારા શોધી શકાતું નથી. કેન્દ્રએ એમ પણ કહ્યું કે દેશમાં ઓમિક્રોન સ્વરૂપનો એકપણ કેસ સામે આવ્યો નથી.

(10:13 pm IST)