Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રામકથામાં વોટિંગની શપથ, ભોજનનો ખર્ચ ઉઠાવી રહ્યા છે નેતાઓ

યુપી ચૂંટણી ૨૦૨૨: લગ્નના કાર્ડમાં છપાવી રહ્યા છે ફોટો

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા અનેક પ્રકારના નઝારા જોવા મળતા હોય છે. ચૂંટણી હજી દૂર છે પરંતુ નેતાજી વોટ મેળવવાના જૂગાડમાં લાગી જાય છે. ક્યાંક રામકથામાં ઉપસ્થિત લોકોને વોટિંગ માટે શપથ લેવડાવી રહ્યા છે તો ક્યાંક લગ્ન સમારંભમાં ભોજનનો ખર્ચ પણ નેતાજી ઉઠાવી રહ્યા છે. નેતાજી સાથે-સાથે તેમના કાર્યકર્તાઓ પણ પાછળ રહ્યા નથી. નેતાઓ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યકત કરવા માટે લગ્નના કાર્ડમાં તેમની તસ્વીરો લગાવે છે.

કાર્ડ પોલિટિકસપ

પ્રયાગરાજમાં સપા અધ્યક્ષના અનેક ફેન્સ જોવા મળે છે. પાર્ટીના એક કાર્યકર્તાએ પોતાની બહેનના લગ્નમાં કાર્ડમાં માત્ર સપાનો રંગ જ નહીં પરંતુ કાર્ડ પર ભગવાન કૃષ્ણ અને રાધાની તસ્વીર  સાથે અખિલેશ  યાદવની તસ્વિર પર છપાવી હતી.

લગ્ન સમારોહ પણ પ્રચારના મેદાનમાં

પ્રદેશમાં હાલ લગ્નની સીઝનમાં છે. તેના અને તેમના સમર્થકો કાર્ડ મળતા જ દળ-બળ સાથે પહોંચી સંભવ મદદ કરવાનું ચૂકતા નથી. અમૂક સ્થળે તો લગ્નમાં ભોજનનો ખર્ચ પણ નેતાઓ આપે છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ

પ્રયાગરાજમાં રામકથામાં આવતા લોકોને વધુમાં વધુ મતદાન કરવાની શપથ કથાવાચક દ્વારા અપાવવામાં આવે છે. તેને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચા છે. લગ્નના કાર્ડમાં છપાવવામાં આવ્યું છે કે ભાજપ અને સંઘના લોકોએ આવવું નહીં, એટલું જ નહીં એક કાર્ડ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયું, જેમાં વકીલે કોર્ટની થીમ પર પોતાના લગ્નનું કાર્ડ છપાવ્યું હતું.

(4:00 pm IST)