Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

શટડાઉન-લોકડાઉન નહીં, મહત્તમ રસીકરણ, બૂસ્ટર ડોઝ સહિતના પરીક્ષણ છે ઓમિક્રોનનો ઈલાજઃબાયડેન

અમેરિકાના રાષ્ટ્રપતિનું કોરોનાના નવા વેરિયન્ટના વિશે મોટું નિવેદન

ન્યૂયોર્ક, તા.૩૦: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે ફરી એકવાર વિશ્વભરમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ વેરિયન્ટના કિસ્સા અન્ય દેશોમાં પણ જોવા મળ્યા છે. તે જ સમયે, હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે ઓમિક્રોન ચિંતાનો વિષય હોઈ શકે છે પરંતુ ગભરાવાની કોઈ વાત નથી.

ઉલ્લેખનીય છે  કે, તાજેતરમાં જો બિડેને કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં એક વિગતવાર વ્યૂહરચના રજૂ કરશે જે જણાવશે કે આ શિયાળાની મોસમમાં આપણે કોરોના સામે કેવી રીતે લડવા જઈ રહ્યા છીએ. તે જ સમયે, તેમણે વધુમાં કહ્યું કે, અમે વેરિયન્ટ વિશે સંપૂર્ણ સાવચેત છીએ પરંતુ શટડાઉન, લોકડાઉન સાથે નહીં પરંતુ મહત્તમ રસીકરણ, બૂસ્ટર ડોઝ સહિતના પરીક્ષણના ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધીશું.

દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો કેટલાક ખાસ લક્ષણો જોવા નથી મળી રહ્યા. એનઆઈસીડી અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે ડેલ્ટાની જેમ, ઓમિક્રોનથી સંક્રમિત કેટલાક લોકો પણ એસિમ્પટમેટિક હતા. આવી સ્થિતિમાં, ફત્ઘ્ઝ્ર એ સ્વીકાર્યું કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યકિતમાં કોઈ અલગ લક્ષણો જોવા મળ્યા નથી.

વાયરસની તપાસને લઈને WHOએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલમાં SARS-CoV-2 PCR આ પ્રકારને પકડવામાં સક્ષમ છે. નવા વેરિયન્ટને જોતા ભારતની સાથે અન્ય ઘણા દેશો પણ એલર્ટ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓએ કવોરેન્ટાઇનમાં રહેવું પડશે અને પરીક્ષણ કરાવવું પડશે. જો બાયડને જાહેર જનતાને સંપૂર્ણ રોગ પ્રતિરક્ષા અને બૂસ્ટર શોટ લેવા વિનંતી કરી. સાથે તેણે કહ્યું કે, અમે આ નવા વેરિઅન્ટનો એ જ રીતે સામનો કરીશું જે રીતે અમે અગાઉના વેરિઅન્ટનો સામનો કર્યો હતો.

(3:59 pm IST)