Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી : ડો. મનસુખભાઇ માંડવિયા

નવા વાયરસની દેશહત વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીના રાહતરૂપ સમાચાર

નવી દિલ્હી,તા.૩૦ : દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના વેરિએન્ટે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા  એ રાહતના સમાચાર આપ્યા. તેમણે આજે રાજ્યસભામાં કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનો નવા ઓમિક્રોન  વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. અત્રે જણાવવાનું કે આંધ્ર -દેશના ભાજપના ટીજી વેંકટેશનો સવાલ હતો કે નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે સરકાર શું કરી રહી છે. જેના પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીમાં ૧૪ દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં હજુ તેનો કોઈ કેસ નથી આવ્યો. આ અંગે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જીનોમિંગ સીકવેન્સિંગ કરાઈ રહ્યું છે. તેનાથી બચાવને લઈને નિયમોનું પાલન થઈ રહ્યું છે. તે અંગે તમામ તૈયારીઓ થઈ રહી છે. આપણી પાસે સંસાધનોની કમી નથી આથી આપણે કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી કોવિડને પહોંચી વળવા માટે દરેક શક્ય -યત્ન કરાઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે. એકસપર્ટ ઓપિનિયમ બાદ જ રસી ઉપલબ્ધ કરાશે. દર વર્ષે ટીબીના ૨૧-૨૨ લાખ કેસ સામે આવે છે. તે માટે સરકાર કામ કરી રહી છે. કોવિડ દરમિયાન ટીબીના કેસ ઓછા સામે આવ્યા. પરંતુ અમે આમ છતાં પ્રયત્નો ચાલુ રાખ્યા છે. આ માટે રસી પર કામ ચાલુ છે. અમે નક્કી કર્યું છે કે ટીબીને દેશમાંથી બહાર કરવો છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ પ્રેકિટસ કરવામાં આવી રહી છે. દવાઓ અપાઈ રહી છે. દર્દી કુપોષિત ન થાય તે માટે દર્દીને દર મહિને ૫૦૦ રૂપિયા અપાઈ રહ્યા છે. ૨-૨૫ પહેલા ટીબીને ખતમ કરવાનો પ્રયત્ન છે

આ બાજુ ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે કોવિડ એપ અને આરોગ્ય સેતુની જેમ ટીબી માટે પણ એક એપ શરૂ કરવી જોઈએ. જેથી કરીને લોકોને ટીબી સંલગ્ન માહિતી ઉપલબ્ધ થાય.

(3:44 pm IST)