Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભારતીય ટેલેન્ટથી અમેરિકાને સૌથી વધુ ફાયદો થયો છે

ભારતીય મૂળના ટ્વિટરનાં નવા CEO પરાગ અગ્રવાલ અંગે એલન મસ્કનું ટ્વિટ

નવી દિલ્હીઃ તા.૩૦: ટ્વિટરના નવા CEO હવે પરાગ અગ્રવાલ બન્યા છે.

પરાગ અગ્રવાલ પહેલા કંપનીમાં CTO(ચીફ ટેકનોલોજી ઓફિસર) તરીકે કામ કરતાં હતાં. તેમને CEO બનાવવા પર ટેસ્લાના CEO એલન મસ્કે પણ પ્રશંસા કરી છે. એલન મસ્કે ભારતીય ટેલેન્ટની પ્રશંસા માટે ટ્વિટ કર્યુ છે. સ્ટ્રાઇપ કંપનીના CEO પેટ્રિક કોલિસના ટ્વિટ પર એલન મસ્કે રીપ્લાય આપતાં લખ્યું છે કે, ભારતીય ટેલેન્ટથી અમેરિકાને સૌથી વધુ ફાયદો થયો છે.

ઉલ્લેખનીય છે કે, પેટ્રિક કોલિસે પરાગ અગ્રવાલને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, ગુગલ, માઈક્રોસોફ્ટ, એડોબ, આઈબીએમ, પાલો અલ્ટો, નેટવર્ક અને હવે ટ્વિટર ચલાવવા વાળા તમામ સીઈઓ ભારતમાં મોટા થયાં છે. ટેકનોલોજીની દુનિયામાં ભારતીયોની આશ્ચર્યજનક સફળતાને દેખીને ઘણી ખુશી થાય છે. પરાગને અભિનંદન. આ ટ્વિટના રિપ્લાઈમાં ટેક એક્ષપર્ટ એલોન મસ્કે પણ રિપ્લાય આપ્યું હતું. તેમણે પેટ્રિક કોલિસની વાતોમાં પોતાની સહમતી દર્શાવતાં ભારતીય ટેલેન્ટની પ્રશંસા કરી.તમને જણાવી દઈએ કે, પરાગ અગ્રવાલે આઈઆઈટી બોમ્બેમાંથી ગ્રેજયુએશન કર્યુ છે.

(2:49 pm IST)