Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

એર ઈન્ડિયા પછી કેન્દ્ર સરકારે વધુ એક કંપની સીઈએલને વેચવાની મંજૂર આપી

વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રાલય હેઠળ આવનાર સીઈએલની રચના 1947માં થયેલી : કંપની સૌર પોટોવોલ્ટિકના ક્ષેત્રમાં અગ્રણી

નવી દિલ્હી: સરકારે સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિ. (સીઈએલ)ને નંદલ ફાઈનાન્સ એન્ડ લિજિંગને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂર આપી છે ,ચાલુ વર્ષમાં આ બીજી વ્યૂહાત્મક વેચાણ છે. વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રાલય હેઠળ આવનાર સીઈએલની રચના 1947માં થઈ હતી. કંપની સૌર પોટોવોલ્ટિકના ક્ષેત્રમાં અગ્રણી છે અને તેમના પોતાના સ્વયંના અનુસંધાન અને વિકાસ કોશિશ સાથે પ્રોદ્યોગિક વિકસિત છે. કંપનીએ એક્સલ કાઉન્ટર સિસ્ટમ પણ વિકસિત કરી છે જેનો ઉપયોગ ટ્રેનોને સુરક્ષિત સંચાલન માટે રેલવે સિગ્નલ પ્રણાલીમાં કરવામાં આવી રહ્યો છે.

સરકારે ત્રણ ફેબ્રુઆરી 2020માં રૂચિ પત્ર આમંત્રિત કર્યા હતા તે પછી ત્રણ રૂચિ પત્ર પ્રાપ્ત થયા. જોકે, માત્ર બે કંપનીઓએ નંદલ ફાઈનાન્સ એન્ડ લીજિંગ પ્રાઈવેટ લિ. અને જેપીએમ ઈન્ડસ્ટ્રીજ લિ.એ 12 ઓક્ટોબર, 2021માં નાણાકીય બોલીઓ જમા કરવા દીધી હતી. ગાજિયાબાદની નંદલ ફાઈનાન્સ એન્ડ લીજિંગ પ્રાઈવેટ લિં.એ જ્યાં 210 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, તો સામે જેપીએલ ઈન્ડસ્ટ્રીજે 190 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.

સત્તાવાર નિવેદન અનુસાર, વૈકલ્પિક વ્યવસ્થાએ ભારત સરકારની સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિ. (સીઈએલ)માં 100 ટકા ઈક્વિટી ભાગીદારીના વેચાણ માટે મેસર્સ નંદન ફાઈનાન્સ એન્ડ લીજિંગ પ્રાઈવેટ લિ.ની સૌથી ઉંચી બોલી લગાવવાની મંજૂરી આપી દીધી. સફળ બોલી 210 કરોડ રૂપિયાની હતી.

માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ પર વૈકલ્પિક પદ્ધતિમાં સામેલ છે. આગળનું પગલું એ ઉદ્દેશ્ય પત્ર જારી કરવાનું અને ત્યારબાદ શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવાનું છે. નિવેદન અનુસાર, આ સોદો ચાલુ નાણાકીય વર્ષ 2021-22 (એપ્રિલ-માર્ચ) ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ડીલ કન્સલ્ટન્ટ અને પ્રોપર્ટી વેલ્યુઅરની આકારણીના આધારે સરકારે CEL માટે રિઝર્વ પ્રાઇસ રૂ. 194 કરોડ રાખી હતી.

(1:35 pm IST)