Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

હવે માયાનગરી મુંબઇમાં ખેલાશે રાજનીતિઃ આજથી ૩ દિ' મમતા મુંબઇમાં: પવાર-ઉધ્‍ધવ ઠાકરેને મળશે

વિપક્ષી એકતા માટે કરશે પ્રયાસ

નવી દિલ્‍હી, તા.૩૦: પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી આજે એટલે કે ૩૦ નવેમ્‍બરથી ત્રણ દિવસના પ્રવાસ પર મુંબઇમાં રહેશે  અને એ દરમ્‍યાન તે માયાનગરી મુંબઇમાં એનસીપી પ્રમુખ શરદ પવાર ઉપરાંત મહારાષ્‍ટ્રના મુખ્‍યપ્રધાન ઉધ્‍ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરશે. મમતા એક ડીસેમ્‍બરે મુંબઇમાં ઉદ્યોગપતિઓને મળશે અને તેમને આવતા વર્ષે એપ્રિલમાં થનાર બંગાળ ગ્‍લોબલ બિઝનેસ સમીટ માટે આમંત્રિત કરશે.
ટીએમસીના એક સીનીયર નેતાએ કહ્યું કે મમતા બેનર્જી આજથી મુંબઇની ત્રણ દિવસની યાત્રા પર રહેશે. તે શરદ પવાર અને ઉધ્‍ધવ ઠાકરે સાથે બેઠક કરશે. મમતાનું લક્ષ્ય રાજયમાં રોકાણ આકર્ષિત કરવાનું પણ છે.
મમતાની ઉધ્‍ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મુલાકાત એવા સમયે થઇ રહી છે જયારે ટીએમસી અને કોંગ્રેસનો ઝઘડો જગજાહેર થઇ ચૂકયો છે. મહારાષ્‍ટ્ર સરકારમાં કોંગ્રેસ પણ એક ભાગીદાર છે. મમતા મહારાષ્‍ટ્ર સરકારના ત્રણ ભાગીદારોમાંથી બે ને મળશે. આ પહેલા મમતા જયારે દિલ્‍હી પ્રવાસે ગયા હતા ત્‍યારે તેમની ઉપસ્‍થિતીમાં કીર્તિ આઝાદ સહિત ઘણા દિગ્‍ગજ નેતાઓ ટીએમસીમાં જોડાયા હતા. હવે મુંબઇમાં પણ આવો કંઇ ખેલ જોવા મળે તો નવાઇ નહીં.

 

(10:56 am IST)