Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ફ્રાન્સમાં નવા વેરિએન્ટની અસરઃ ICUમાં દર રોજ દાખલ થઈ રહ્યા છે ૧૦૦થી વધારે દર્દી

ગંભીર રૂપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૧૭થી વધીને હવે ૧૭૪૯ થઈ ગઈ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા ૪૭૦થી વધીને ૯૮૬૦ થઈ

પેરિસ,તા.૩૦: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. કોરોનાના નવા વેરિએન્ટમાં ૫૦ સ્પાઈક મ્યૂટેશન થવાથી આ બહું ઘાતક થઈ રહ્યો છે. ફ્રાન્સમાં પણ કોરોનાના નવા વેરિએન્ટની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના નવા મામલાના કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા તેજીથી વધી રહી છે. આંકડા મુજબ માર્ચ- એપ્રિલ બાદ ગંભીર રુપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૧૭દ્મક વધીને હવે ૧૭૪૯ થઈ ગઈ છે. કોરોના સંક્રમણની ઝપેટમાં આવનારા આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા દર રોજ ૧૦૦થી વધારે જણાવવામાં આવી રહી છે.

ફ્રાન્સ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા ૪૭૦થી વધીને ૯૮૬૦ થઈ ગઈ છે જે ૨૯ માર્ચ બાદ એક દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. એક અઠવાડિયા પહેલાની સરખામણીએ કોરોનાના દર્દીની સંખ્યામાં ૧૮ ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને થોડાક દિવસ પહેલા જ કહ્યું હતુ કે ફ્રાન્સ કોરોના મહામારીની ૫જ્રાક લહેરની શરુઆતમાં છે. સ્વાસ્થ્ય મંત્રી વેરને કહ્યું હતુ  અને પડોશી દેશો પહેલાથી જ કોરોનાની ૫મી લહેરમાં છે. જે આપણે ફ્રાન્સમાં અનુભવી રહ્યા છીએ.  જેને સ્પષ્ટ રુપથી કોરોનાની ૫મી લહેરની શરુઆતની જેમ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે WHOએ સોમવારે ચેતવણી આપતા કહ્યું કે નવા કોરોના વેરિએન્ટ 'ઓમિક્રોન'નું વૈશ્વિક સ્તર બહું વધારે છે. તેમજ નવો વેરિએન્ટ કેટલો સંક્રમક અને ખતરનાક છે તેને લઈને અનિશ્ચિતતા બનેલી છે. એમ પણ જણાવ્યું હતુ.  વૈજ્ઞાનિકો મુજબ ઓમિક્રોન વેરિએન્ટ અનેક ઉત્પરિવર્તનનું પરિણામ છે.  જે સૌથી પહેલા ૨૪ નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં મળ્યો બાદમાં બોત્સવાના, બોલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયલ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ આની ઓળખ કરવામાં આવી છે.

(10:08 am IST)