Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

બાંધકામમાં ૧ ટકા લેખે થતી ટીડીએસની આવકમાં સીધો ૨૦ કરોડનો વધારો થયો

ટીડીએસનો સંકેત... બાંધકામ સેકટરમાં ફરી પુછપરછ નીકળવા માંડી

નવી દિલ્હી,તા.૩૦ : બાંધકામ સેકટરમાં ફરી રોકાણ થવા માંડ્યુ  હોય તેવા સંકેત મળ્યા છે. ૫૦ લાખથી ઉપરની મિલકતના દસ્તાવેજ પર ૧ ટકા ટીડીએસ લેખે પહેલા ૪૦ કરોડની આવક થતી તેમાં હવે ૨૦ કરોડના વધારા સાથે આંક ૬૦ કરોડ પર પહોંચ્યો છે.

પહેલા નોટબંધી પછી જીએસટી અને કોરોનાની આપદાઓ વચ્ચે રેરાના નવા કાયદાની અમલવારી વચ્ચે ઝઝુમી રહેલા બાંધકામ ક્ષેત્રને પણ મોટી અસર થઇ હતી. હજુ પણ બાંધકામમાં વપરાતા સિમેન્ટ-સ્ટીલનો દરમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે ઘર-જમીનમાં રોકાણ કરનારાઓ એફોર્ડેબલ પ્રોજેકટમાંથી બહાર આવીને લકઝુરિયસ ફલેટ્સ અને રો-હાઉસ તરફ રોકાણ કરવાની શરૂઆત કરી દીધી હોવાનું ઇન્કમટેકસ વિભાગ પાસેથી મળતા ટીડીએસના આંક પરથી સામે આવ્યુ છે. સામાન્ય રીતે, ૫૦ લાખથી ઉપરની મિલકતના દસ્તાવેજમાં ૧ ટકા લેખે ટીડીએસની જોગવાઇ થતી હોય છે. અત્યાર સુધી તે આંક રૂ. ૪૦ કરોડનો રહેતો હતો. હવે તે આંક ૬૦ કરોડનો પહોંચ્યો છે. જેના કારણે અંદાજે રૂ. ૬૦૦૦ કરોડની મિલ્કતમાં રોકાણ થયાનો મત છે.

તૈયાર પ્રોજેકટમાં જ ઇન્કવાયરી થઇ રહી છે

હવે માર્કેટ સુધરૂ છે પણ બજારોમાં આવી રહેલા નવા પ્રોજેકટ સામે એટલી ઇન્કવારી આવી રહી નથી. જે પ્રોજેકટ તૈયાર છે તેમાં ઇન્કવાયરી જોવા મળી રહી છે. આગળ જતા સ્થિતિમાં સુધારાની આશા છે.

- બિરજુ શાહ, સીએ

(10:05 am IST)