Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ પરીક્ષા ડીસેમ્‍બર ર૦ર૧ કોવિદ-૧૯ ની અસરમાંથી હજુ સુધી મુકત નહીં થયેલા સ્‍ટુડન્‍ટસને એક વધુ વખત તક આપવાની માંગણી સુપ્રિમ કોર્ટે ફગાવી

ન્‍યુ દિલ્‍હી : પ ડીસે. થી ૧૯ ડીસે. ર૦ર૧ દરમિયાન લેવાનારી ચાટેર્ડ એકાઉન્‍ટ માટેની પરીક્ષામાં આરટી-પીસીઆર ટેસ્‍ટનો આગ્રહ નહીં રાખવા તથા કોવિદ-૧૯ની અસરમાંથી હજુ સુધી મુકત નહીં થયેલા સ્‍ટુડન્‍ટસને પરીક્ષા આપવા માટે વધુ એક તક આપવા સુપ્રિમ કોર્ટમાં કરાયેલી પીટીશન નામદાર કોર્ટે ફગાવી દીધી છે.

પીટીશનમાં જણાવાયું હતું કે પરીક્ષા માટેના જુના કેસની આ છેલ્લી તક છે. પરંતુ અમુક સ્‍ટુડન્‍સ હજુ પણ કોવિડ-૧૯ ની અસર માંથી મુકત થયા નથી. તેમને એક વધુ તક જોઇએ. નામદાર કોર્ટે જણાવ્‍યુ઼ હતું કે જુન-ર૦ર૧માં પરિસ્‍થિતિ જુદી હતી અને હાલમાં જુદી પરિસ્‍થિતિ છે. તેથી ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડિયાએ લીધેલા નિર્ણયમાં હસ્‍તક્ષેપ કરવો વ્‍યાજબી નથી. તેમ છતાં અરજદારને ડાયરેકટ ઇન્‍સ્‍ટીટયુટ સમક્ષ રજુઆત કરવા કોર્ટે પરવાનગી આપી હતી. અને કોઇ અવરોધ ઉભો થાય તો કોર્ટનો સંપર્ક સાધવા રજુઆત કરવા કોર્ટે પરવાનગી આપી હતી. અને કોઇ અવરોધ ઉભો થાય તો કોર્ટનો સંપર્ક સાધવા મંજુરી આપી હતી તેવું એલ.એલ. દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)