Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અકસ્‍માત વળતર કેસ : ૧૧ વર્ષનો લાંભા ગાળા બાદ મળતકના પરિવારને ૧ર લાખ રૂપિયાનું વળતર મળશે : જમ્‍મુ એન્‍ડ કાશ્‍મીર મોટર એકસીડન્‍ટ કલેઇમ ટ્રીબ્‍યુનલે ૮ ટકા વ્‍યાજ સહિત રકમ બે માસં ચુકવી દેવાનો વીમા કંપનીને હુકમ કર્યો : ચુકાદામાં વિલંબ બદલ ફરીયાદી પરિવારની માફી માંગી

કુલગામ : અકસ્‍માત વળતર કેસમાં ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ મૃતકના પરિવારને ૧ર લાખ રૂપિયાનું વળતર મળશે. જમ્‍મુ એન્‍ડ કાશ્‍મીર મોટર એકસીડન્‍ટ કલેઇમ ટ્રીબ્‍યુનલે ૮ ટકા વ્‍યાજ સહિત વળતરની રકમ બે માસમાં ચુકવી દેવાનો વીમા કંપની બજાજ એલાયન્‍સને હુકમ કર્યો છે.

કુલગામ ટ્રીબ્‍યુનલના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ તાહીર ખુરશીદ રૈનાએ રૂબરૂમાં ચુકાદામાં વિલંબ બદલ ફરીયાદી પરિવારની માફી માંગી છે.

જોગાનુ જોગ આ ચુકાદો દેશના બંધારણ દિવસે આપવામાં આવ્‍યો છે જે અંતર્ગત અરજદારોને વહેલી તકે ન્‍યાય મળશે તેવો સંકલ્‍પ પણ વ્‍યકત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે અકસ્‍માતે ર૦૦૯ની સાલમાં અવસાન થયા બાદ મૃતકના પરિવાર દ્વારા ર૦૧૧ ની સાલમાં પીટીશન દાખલ કરાઇ હતી. તેઓને વળતર ચુકવવું ન પડે તે માટે જુદા જુદા અવરોધો તથા વાંધા કાઢી વીમા કંપની દ્વારા વિલંબ કરાઇ રહ્યો હતો   તેવુ નામાદર જજે નોંધ્‍યુ હતુ તથા હવે કોઇપણ પ્રકારની રજુઆત માન્‍ય રાખવામાં નહીં આવે તેવી વીમા કંપનીને ટકોર કરી ઉપરોકત ચુકાદો આપ્‍યો હતો. તેવું બી. એન્‍ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)