Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

બેંગલુરુમાં બેદરકારીનો શરમજનક કિસ્સો : શબઘરમાંથી મળ્યા કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુ પામેલા બે કોવિડ દર્દીના મૃતદેહ

ડોઢ વર્ષ પછી બેંગલુરુની ESI હોસ્પિટલના શબઘરમાં બે મૃતદેહ સડેલી હાલતમાં મળ્યા : બંનેના અંતિમ સંસ્કાર કર્યા વિના પરિવારજનોને તેમની સામે જ અંતિમ સંસ્કાર કર્યાની ખાતરી આપી પણ મૃતદેહ શબઘરમાં પડ્યા રહ્યા

બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુ શહેરમાં એવો બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જે સરકારી વિભાગની કામ કરવાની રીત પર પ્રશ્નો ઉભા કરે છે. અસલમાં કોવિડની પ્રથમ લહેર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓના લગભગ દોઢ વર્ષ પછી બેંગલુરુની ESI હોસ્પિટલના શબઘરમાં બે મૃતદેહ સડેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ બંનેનું મૃત્યુ ગયા વર્ષે જુલાઈમાં કોરોનાના પ્રથમ લહેર દરમિયાન થયું હતું. મહાનગર પાલિકાની બેદરકારી તો જુઓ કે બંનેના અંતિમ સંસ્કાર કર્યા વિના પરિવારજનોને તેમની સામે જ અંતિમ સંસ્કાર કર્યાની ખાતરી આપી અને મૃતદેહો શબઘરમાં જ પડયા રહ્યાં હતા. આ ગંભીર બાબતને લઈને પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે.

મૃતકની બહેને કહ્યું, “મારા ભાઈનું કોવિડ -19 થી મૃત્યુ થયું હતું, તેથી તેણે અમને લાશ ન આપી, અમે ઘરે પાછા આવ્યા. બેંગલુરુ મહાનગર પાલીકાએ (BBMP)અમને જણાવ્યું કે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ છે. 15 મહિના પછી હવે ભાજપ તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી.” ગયા વર્ષે જુલાઈમાં કોવિડના મૃત્યુ પછી દુર્ગા અને મુનિરાજુના નશ્વર અવશેષોને ESI હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે તેઓને ગયા અઠવાડિયે સફાઈ દરમિયાન ખબર પડી હતી. જ્યારે હોબાળો થયો ત્યારે ESIએ તપાસનો આદેશ આપ્યો હતો.

(12:00 am IST)