Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજકોટમાં કોરોનાએ સદી ફટકારી : સાંજે 70 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 105 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 10,927એ પહોંચ્યો : 78 દર્દીઓ સાજા થયા : હાલ 735 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 70 અને બપોરે 35 સાથે આજે કુલ 105 કેસ નોંધાયા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 70 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,927 થયા છે. હાલમાં 735 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 78 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:03 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • આજે ગુરૂનાનક જયંતિઃ કોરોના સંક્રમણ ધ્યાને લઇ જાહેર ઉજવણી બંધ : ઘેર ઘેર દીપ પ્રાગટય કરાશે : પ્રસાદ ફુડ પેકેટરૂપે અપાશે : શીખ અને સિંધી સમાજના હૈયે છવાતો ઉમંગ : ગુરૂદ્વારાઓમાં થશે સિમિત સંખ્યામાં પુજા અર્ચના : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ દિપાંજલીનું આયોજન : રાજકોટના સદર બજાર ગુરૂદ્વારામાં સાદગીપૂર્ણ થશે ઉજવણી access_time 11:25 am IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST