Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

છ માસમાં ૩૦ કરોડ લોકોને વેક્સિનનું લક્ષ્ય : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પૂછેલા પ્રશ્નોના સ્વાસ્થ્યમંત્રીએ જવાબ આપ્યા : સૌથી પહેલા હેલ્થવર્કર, ત્યારબાદ ફીલ્ડમાં કામ કરનારા જવાનો અને કાર્યકરોને વેક્સિન આપવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૮ : દેશમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે હવે કોરોના વેક્સીન અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિ જાણવાના પ્રયાસમાં છે કે કોરોના વેક્સીન ક્યારે આવશે. લોકો પણ જાણવા માંગે છે કે સામાન્ય લોકો સુધી વેક્સીન કેવી રીતે પહોંચશે અને કયા લોકોને સૌથી પહેલા કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. તમામ સવાલો વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સાથે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનએ સવાલ પૂછ્યા છે. અમિતાભ બચ્ચને કોરોનાના કાળમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓએ જે રીતે સેવા કરી છે તેના માટે સમગ્ર દેશ તેમને નમન કરે છે. આવા કોરોના યોદ્ધાઓ વિશે સરકાર શું કરવાની છે. ડૉ. હર્ષવર્ધને કહ્યું હું સમજું છું કે જનતાએ પોતાના તરફથી કોરોના યોદ્ધાઓને દરેક પ્રકારનું સન્માન આપ્યું છે. હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે ઇનોવેટિવ એક્સપરિમેન્ટનું સ્મરણ કરું છું જ્યારે ૨૨ માર્ચે તેઓએ દેશના લોકોને કહ્યું હતું કે તેઓ સાંજે વાગ્યે ઘરથી બહાર આવીને પોતાના અંદાજમાં થાળી વગાડીને, તાળી વગાડીને દેશના કોરોના વોરિયર્સને સલામ કરે.

જ્યાં સુધી સરકારનો પ્રશ્ન છે તો અમે પ્રારંભિક સમયમાં દેશભરના તમામ કોવિડ વોરિયર્સ માટે વિચાર્યું અને કામ કરવાનું શશ્રૂ કરી દીધું હતું. તે મુજબ જો કોઈ કોરોના વોરિયરનું દુર્ભાગ્યથી મોત થયા છે તો તેના માટે ૫૦ લાખનો વીમો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૦૦થી ૫૦૦ આપણા કોવિડ વોરિયર્સ શહીદ થયા છે તેમાંથી અનેકના ઇન્શ્યોરન્સ ક્લેમ સેટલ થઈ ચૂક્યા છે અને ઘણા પ્રોસેસમાં છે. અમે બેઠકો એમબીબીએસમાં કોવિડ વોરિયર્સના સંતાનો માટે અનામત રાખવાની જાહેરાત કરી છે. અમિતાભ બચ્ચને કહ્યું કોરોના વેક્સીનને લઈ તમામ વાતો કહેવામાં આવી રહી છે.

આપના મુજબ કોરોના વેક્સીન ક્યાં સુધીમાં આવી જશે. દેશના દરેક નાગરિક સુધી વેક્સીન પહોંચાડવામાં કેટલો સમય લાગશે? આપનું શું અનુમાન છે?ડૉ. હર્ષવર્ધન- કોરોના વેક્સીન બનાવી રહેલા વૈજ્ઞાનિકો પાસેથી જે જાણકારી મળી રહી છે તે મુજબ ૨૦૨૧ના પહેલા બેથી ત્રણ મહિનાની અંદર દેશના લોકો માટે વેક્સીન ઉપલબ્ધ થઈ જશે. અમારી અત્યાર સુધીની યોજના મુજબ જુલાઈ સુધી અમે લગભગ દેશના ૩૦ કરોડ લોકોને વેક્સીન આપી દઈશું. સૌથી પહેલા હેલ્થવર્કર સરકારી અને પ્રાઇવેટ સેક્ટરના, ત્યારબાદ ફીલ્ડમાં કામ કરનારા પોલીસકર્મી, કોર્પોરેશનના કર્મચારી, સેનિટેશનના લોકો, પેરામિલિટ્રી ફોર્સિસ, આર્મીના જવાન સામેલ હશે.

(7:48 pm IST)
  • ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર દેખાઈ : આગામી 24થી 36 કલાક સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા : ઠંડીનું જોર પણ વધશે : હવામાન વિભાગની આગાહી access_time 1:02 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોનાવાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST