Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અયોધ્યામાં ગોઠવાઇ હાઇટેક સુરક્ષા વ્યવસ્થા

નગરમાં પ્રવેશતા જ શ્રધ્ધાળુ સીસી કેમેરામાં કેદ થઇ જશે : અયોધ્યા તરફ આવતા માર્ગો પર ઠેરઠેર ચેકપોષ્ટો ઉભી કરી દેવાઇ

નવી દિલ્હી તા. ૩૦ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થઇ ચુકયુ છે. ત્યારે સમગ્ર રામજન્મ ભુમિ પરિસર સહીતના સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થા પણ જેવી તેવી નહીં, પણ હાઇટેક છે.

નગરમાં પ્રવેશતા પહેલા જ આવનાર શ્રધ્ધાળુઓએ વિશેષ સુરક્ષા વચ્ચેથી પસાર થવાનું રહે છે. ૧૦૦ થી વધુ સીસીટીવી કેમેરા અને સંખ્યાબંધ વોચ ટાવર સહીતનો મોરચો ગોઠવવામાં આવ્યો છે.  અયોધ્યા સુધી પહોંચતા રસ્તાઓમાં પણ ઠેરઠેર ચેકપોષ્ટો ઉભી કરી દેવામાં આવી છે.

આખા અયોધ્યાને પીએસ સીસ્ટમથી  આવરી લેવાયુ છે. અયોધ્યાધામમાં ચારે તરફ ૨૪ કલાક તમને નિહાળતી કેમેરાની આંખોથી કડક સુરક્ષા વ્યવસ્થા થઇ છે.

(3:47 pm IST)