Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગૃહિણીઓને મોટો ઝટકો

લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધારો

મુંબઇ, તા.૩૦: નોંધપાત્ર છે કે વધુ માગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં ૧૧૨૯૯ હેકટરમાં સૂકા મરચાના વાવેતર સાથે ૨૨૦૫૧ ટન ઉત્પાદન ૨૦૧૯-૨૦માં થયું હતું. જેની સામે ભારતમાં ૭.૩૩ લાખ હેકટર (૧૮.૧૧ લાખ એકર)માં ૧૭.૬૪ લાખ ટન ઉત્પાદન થયું હતું.

ભારતમાં ૨૪૦૦ કિલો એક હેકટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો ૧૯૦૦ કિલો ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં ૨૩૮૦ કિલો મરચા હેકટરે પાકે છે. મહેસાણામાં ૨૦૦૦ કિલો મરચા હેકટરે પાકે છે. ૨૦૮૦ ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે દ્યણી ઓછી ઉત્પાદકતા ગુજરાતમાં મળી રહી છે. તેમાં ૨૦૨૦-૨૧માં બિયારણ ખરાબ થઈ જવાના કારણે વાવેતરમાં ૨૫ ટકા જેવો ઘટાડો થયો હોવાનો અંદાજ છે.ગુજરાતમાં સૌથી વધું ૧૩૮૦ હેકટરમાં ૨૭૬૦ ટન મરચા મહેસાણામાં પાકે છે.

બીજા નંબર પર દાહોદમાં ૧૩૦૫ હેકટરમાં ૨૩૭૫ ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં ૧૧૧૮ હેકટરમાં ૨૨૩૬ ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જયાં ૧૨૦૫ હેકટરમાં ૨૧૦૯ ટન સુકા મરચા પાકે છે. ૫માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.

(3:42 pm IST)