Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અજમેરમાં બે જુથો વચ્ચે ખુની સંઘર્ષ

ગાળો દેતા મામલો બીચકયો : ૭ મોટર સાઇકલ અને ૮ દુકાનોમાં તોડફોડ

અજમેર તા. ૩૦ : અજમેર જિલ્લા પોલીસ સ્ટેશન હેઠળના શ્રીનગર ક્ષેત્રના ગ્રામ બીરમાં ગાળો કાઢવા મામલે હિંસક હુમલો થયો હતો. ગાળો કાઢનારને સમજાવવા જતા સામા જુથો ખુંખાર હુમલો કરી દીધો હતો. ૭ મોટરસાઇકલ અને ૮ જેટલી દુકાનોમાં તોડફોડ કરી હતી.

મળતી જાણકારી મુજબ બીરના ઉપસરપંચ રામલાલ ગુર્જરે પોલીસમાં એવી વિગતો લખાવી છે કે શનિવારે રાત્રે તેઓ ગ્રામ પંચાયત સામે ડેરી પર આવીને ઉભા એ દરમિયાન અવિનાશ ગુર્જરે આવી ચડી મને અને મારા ભાઇ શેતાન ગુર્જરને ગાળો કાઢવા માંડી હતી. તેને આવુ ન કરવા સમજાવવા ગયા હતા. બાદમાં તેમના તરફથી ૧૦-૧૫ ના જુથે આવી મારામારી જ શરૂ કરી દીધી હતી. દુકાનો અને મોટરસાઇકલોને ભારે નુકશાન પહોંચાડેલ.

(3:41 pm IST)