Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોનાની રસી આપવામાં ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રાધાન્ય આપવામાં આવશે

ખેલમંત્રી કિરેન રિજિજુએ કહ્યું આવતા વર્ષે ટોકિયો ઓલિમ્પિક આવતા વર્ષે રમાનાર હોય

નવી દિલ્હી તા. ૩૦: દેશના ખેલમંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે કોરોનાની રસી શોધાતાં એ રસી માટે ઓલિમ્પિકના ખેલાડીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફને પ્રાથમિકતા આપવામાં આવશે.

કોરોનાને લીધે મોકૂફ કરવામાં આવેલી ટોકયો ઓલિમ્પિકસ આવતા વર્ષે ર૩ જુલાઇથી ૮ ઓગસ્ટ સુધી રમાશે. કિરેન રિજિજુએ કહ્યું કે 'ટોકયો ઓલિમ્પિકસ હોય કે અન્ય મોટી ઇવેન્ટ હોય, સમયને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિકસના એથ્લિેટ્સ અને અન્ય સપોર્ટ સ્ટાફને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. આપણા એથ્લિેટ્સને પ્રાથમિકતા મળી રહે એ માટે અમે ગૃહમંત્રાલય સાથે પણ વાટાઘાટ કરીશું. અમે આશ્વાસન આપીએ છીએ કે દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડી અને આયોજકોની સુરક્ષાને સંપૂર્ણપણે મહત્વ આપવામાં આવશે.

(3:41 pm IST)