Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૨૬ પોલીસકર્મીઓના મોત : ૧૬ ઘાયલ

પોલીસ કર્મીઓ પાસે આવીને આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કારને ઉડાવી દીધી

નવી દિલ્હી : અફઘાનિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાના પગલે ધ્રુજી ઉઠ્યુ છે. મળતી વિગતો પ્રમાણે અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં આ હુમલો થયો છે અને તેમાં ઓછમાં ઓછા ૨૬ પોલીસ કર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં રવિવારે સવાલે પબ્લિક પ્રોટેકશન યુનિટના પોલીસ કર્મીઓ પાસે આવીને આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કારને ઉડાવી દીધી હતી. જેના પગલે ચારે તરફ અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં ૨૬ પોલીસ કર્મીઓના મોત થયા છે અને બીજા ૧૬ જેટલા જવાનો ઘાયલ થયા છે.

(3:40 pm IST)
  • ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો : 4 હજાર મીટર જેટલી ઉંચી અગ્નિની જ્વાળાઓ પહોંચી : 28 ગામોના હજારો નાગરિકોનું સ્થળાંતર કરાયું : સ્થાનિક એરપોર્ટ બંધ કરી દેવાયું : ઇન્ડોનેશિયામાં આવા 120 જેટલા જ્વાળામુખી છે access_time 5:56 pm IST

  • દેશમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની પરિસ્થિતિની ચર્ચા કરવા મોદી સરકારે ૪થી ડિસેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે access_time 2:01 pm IST

  • ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર દેખાઈ : આગામી 24થી 36 કલાક સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા : ઠંડીનું જોર પણ વધશે : હવામાન વિભાગની આગાહી access_time 1:02 pm IST