Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોના ૨૦૨૫ સુધી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર ભારે પડશે

ઓકસફોર્ડ ઇકોનોમીકસના રીપોર્ટમાં ખુલાસોઃ વિકાસ દર ૪.૫ ટકા રહેશેનું પૂર્વાનુમાન : ઝડપી સુધાર માટે માંગ વૃધ્ધી જરૂરીઃ ૨.૫ કરોડ લોકો બેરોજગાર થતા માંગ ઘટી

કોલકત્તાઃ ભારતીય અર્થવ્યવસ્થા ઉપર કોરોના મહામારીની વ્યાપક અસર પડી છે. અર્થશાસ્ત્રના જાણકારો મુજબ વર્ષ ૨૦૨૫ સુધી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર કોરોનાની અસર રહેશે. વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતીય અર્થવ્યવસ્થાને આ મહામારીના પ્રકોપના કારણે વધુ નુકશાન થશે.

વર્ષ ૨૦૨૫ સુધી ભારતની પ્રત્યેક કૈપીટા જીડીપી કોરોના મહામારીથી પહેલાના મુકાબલે ૧૨ ટકા નીચે રહેવાનું અનુમાન છે. દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર નજર રાખનાર સંસ્થા ઓકસફોર્ડ ઇકોનોમીકસના ભારતીય અર્થવ્યવસ્થા ઉપર પોતાના હાલના રીપોર્ટમાં જણાવેલ કે ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન આર્થિક વિકાસ દર ૪.૫ ટકા રહેવાનું પુર્વાનુમાન છે. કોરોના પહેલા આ દર ૬.૫ ટકા અંદાજાયેલ.

(2:33 pm IST)