Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કપિલ શર્માએ ખેડૂતો અંગે ટ્વીટ કર્યું:યુઝરે કહ્યું ચુપચાપ કૉમેડી કર : કોમેડિયને પણ આપ્યો સણસણતો જવાબ

દેશભક્ત લખવાથી કોઇ દેશભક્ત નથી થઇ જતું: 50 રૂપિયાનું રિચાર્જ કરાવીને ફાલતુ જ્ઞાન ન આપો,

મુંબઈ : કોમેડિયન કપિલ શર્મા રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચાર સોશ્યલ મીડિયા પર બિંધાસ્ત શૅર કરે છે. ખેડૂતોના આંદોલન અંગે તેણે તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું અને પોતે આ અંગે શું વિચારે છે તે લખ્યું. કપિલે લખ્યું કે, "ખેડૂતોના મુદ્દાને રાજનૈતિક રંગ ન આપી વાતચીત કરીને આ મામલો ઉકેલવો જોઇએ, કોઇ મુદ્દો ક્યારેય એટલો મોટો નથી હોતો કે વાતચીત કરવાથી તેનો ઉકેલ ન મળે. આપણે બધાં દેશવાસીઓએ આ ખેડૂતભાઇઓની સાથે છીએ. તેઓ આપણા અન્ન દાતા છે."

કપિલ શર્માના આ ટ્વીટ સામે એક યૂઝરે કોમેન્ટ કરી કે, "કૉમેડી કર ચુપચાપ, રાજનીતિ કરવાનો પ્રયાસ ન કર. બહુ ખેડૂતોના હિતનો વિચાર ન કર અને તારું જે કામ છે એની પર ફોકસ કર.

જો કે કપિલ શર્માએ આ અપમાનનો પણ સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે, "ભાઇ સાબેહ હું તો મારું કામ જ કરું છું, તમે પણ કરો. દેશભક્ત લખવાથી કોઇ દેશભક્ત નથી થઇ જતું, કામ કરો અને દેશના વિકાસમાં યોગદાન આપો, 50 રૂપિયાનું રિચાર્જ કરાવીને ફાલતુ જ્ઞાન ન આપો, થેંક્યુ

કપિલ શર્માએ આ યૂઝરને આવો જવાબ આપીને પોતાના મુદ્દાનું વજન જાળવ્યું તથા તે માત્ર કૉમેડીનો સરતાજ નથી પણ એક જાગૃત નાગરિક છે તેની સાબિતી પણ આપી

(1:11 pm IST)