Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

બપોરે ૨.૧૦ કલાકે નરેન્દ્રભાઈ વારાણસી પહોંચશે, ૧૫ લાખ દીવાઓથી સજાવાશે ૮૪ ગંગા ઘાટ, પ્રથમ દીવો નરેન્દ્રભાઈના હાથથી પ્રજ્વલિત થશે, ઘાટ ઉપર યોજાશે લેસર શો, નરેન્દ્રભાઈ ગંગા નદીમાં બોટની સફર પણ કરશે, વારાણસીમાં જબરો ઉત્સાહ: સૌરાષ્ટ્રના તાલાળાગીર અને મોરબીમાં ૧.૯થી ૩.૨ સુધીની તીવ્રતાના ચાર ભૂકંપના આંચકા આવ્યા, સૌરાષ્ટ્રમાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ: રાજકોટમાં કોરોનાનો ફફડાટ યથાવત ચાલુ, આજે સવાર સુધીમાં ૨૪ કલાકમાં વધુ નવ મૃત્યુ, કચ્છમાં ૨૨, ભાવનગરમાં ૨૪, મોરબીમાં ૧૯ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે નવા કોરોના કેસ, નાનકડા કનકપરમાં માં એક સાથે આઠ કેસ નોંધાયા: ભુજમાં અતિ કરુણ ઘટના સર્જાઈ, સસ્તા સોનાની લાલચ આપી કાકા અને ભત્રીજાને ભુજ બોલાવ્યા, લાખોની ઠગાઇને કારણે આઘાતમાં કાકાનું મૃત્યુ,વલીમામદ ચીટરે સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક ઠગાઈ કરી છે, ભુજના ચિટરોએ હૈદરાબાદના યુવાનને ફેસબુક ફ્રેન્ડ બનાવી લાખોની ઠગાઇ કરી: સૌરાષ્ટ્ર-કચ્છમાં એકાએક ઠંડીમાં ઘટાડો, ગિરનાર ઉપર 13.8, નલિયામાં 15 અને રાજકોટમાં ૧૮.૩ ડિગ્રી જેવું લઘુતમ તાપમાન રહ્યું છે: અમેરિકા અને ભારત માં કોરોના મહામારી નો આંક ઘટવા તરફ આગળ ધપી રહ્યો છે અમેરિકામાં ૨૪ કલાકમાં નવા ૧.૩૮ લાખ કેસ, જ્યારે ભારતમાં ઘટીને ૩૮ હજાર કેસ અને ૪૪૩ મોત: પાટનગર દિલ્હી સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોના વકરતાં સરકારની ચિંતા વધી ગઈ, ૨૪ કલાકમાં ૪૯૬ મૃત્યુમાંથી ૭૧ ટકા મૃત્યુ આ આઠ મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે: કોરોના મહામારી માંથી ધીમે ધીમે અર્થતંત્ર બહાર આવી રહેલ છે, સારું ચોમાસું તથા ખેડૂતોની આવક વધી, ખેડૂતો નાના વેપારીઓ અને આમ આદમીએ અર્થતંત્રમાં પ્રાણ પૂર્યા, દિવાળીના દિવસોમાં આમ આદમીએ મન મૂકીને ખર્ચ કર્યો, મોટા પ્રમાણમાં રૂપિયો ફરતો થયો, રસી આવતાં જ ઇકોનોમી ઊંચો કૂદકો લગાવશે: દિલ્હીના માર્ગો ઉપર ખેડૂત સંગ્રામ ચાલુ, કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો અડગ, કહ્યું કે હક માંગવા આવ્યા છે ભીખ માંગવા નહીં, કૃષિ બિલો ખેડૂત વિરોધી છે અને બિલ પાછું ખેંચવું જ જોઈએ: કોરોના કાળમાં પણ ગુજરાતના ડંકા વાગે છે, સૌથી વધુ વિદેશી રોકાણ મેળવ્યું, દેશમાં આવેલ કુલ વિદેશી રોકાણમાંથી અડધાથી વધુ ગુજરાતમાં રોકાણ થયું: દેશમાં મતદાનની જેમ જ રસીકરણ કાર્યક્રમ ચલાવાશે, હોસ્પિટલના બદલે મતદાન કેન્દ્ર ઉપરથી રસીકરણ વધુ સુવિધાજનક રહેશે, લોકોએ મતદાન કેન્દ્ર ઉપર જઈને રસીના ડોઝ લેવાના રહેશે, મોબાઈલ ઉપર લિંક મેસેજ મોકલાશે: સાવધાન, પહેલી ડિસેમ્બરથી બેન્કિંગ ક્ષેત્રે પાંચ મોટા ફેરફાર આવી રહ્યા છે, એટીએમથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા સરળ બનશે: કોરોના રસી આવ્યા પછી પણ માસ્ક તો પહેરવા જ પડશે, તમામ માર્ગદર્શિકાઓનું સખત પાલન કરવું પડશે, સોશ્યલ ડિસ્ટન્સ તો જાળવવું જ પડશે: કુતરા સાથે રમી રહેલા અમેરિકાના નવા બનનાર પ્રમુખ જો બાયડનનું હાડકું તૂટી ગયું: ચીનની આડોડાઈ વધતી જાય છે, બ્રહ્મપુત્ર નદી ઉપર ડેમનું નિર્માણ કરશે: નરેન્દ્રભાઈએ મન કી બાતમાં લખપતના ઐતિહાસિક ગુરુદ્વારાને યાદ કરી ગુરુ નાનકજીને અંજલિ આપી: ભાવનગરમાં અવાવરૂ જગ્યામાંથી લાખોનો દારૂ ઝડપાયો: ધ્રાંગધ્રામાં બચત કંપનીની બ્રાન્ચ દ્વારા અનેક લોકો સાથે કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરુનાનક જયંતીની સાદાઈથી ઉજવણી: કોરોના મહામારીમાંથી મુક્તિ અપાવવા ગુરુદ્વારાઓમાં પ્રાર્થના: સૌરાષ્ટ્ર-કચ્છમાં અહેમદભાઇ પટેલને શ્રદ્ધા સુમન, અનેક ગામોમાં કાર્યક્રમો યોજાયા: નાઇજીરિયામાં ત્રાસવાદીઓએ ખૂની ખેલ સર્જ્યો, ૧૧૦ લોકોની નિર્દયતાથી કત્લેઆમ, અનેકના માથા વાઢી નાખ્યા: સુરતીઓ હવે નાઈટ કફર્યુંને લીધે લગ્ન કરવા દમણ દોડ્યા, દમણની હોટલો અને રિસોર્ટ હાઉસફુલ: બુધવારે જગપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સમૂહ લગ્ન: રાજકોટના રેલનગર રામેશ્વર પાર્કમાં લાખોની ચોરી થઇ: સુરેન્દ્રનગર પંથકમાં બે પટેલ યુવાનની ચૂંટણીના મનદુઃખ માં થયેલ હત્યાના ગુનામા ૩ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ધ્રાંગધ્રાના સેશન્સ કોર્ટ

(1:04 pm IST)