Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વિશ્વની સૌથી વધુ જોવાતી વેબસાઈટ્સનું લિસ્ટ જાહેર : ગુગલ ટોચના સ્થાને

ભારતમાં ઈન્ટરનેટના વપરાશકારો વધીને 74.9 કરોડ થયા: ચાર વર્ષમાં યુઝર્સ ડબલ

નવી દિલ્હી : ભારતમાં ઈન્ટરનેટના વપરાશકારો વધીને 74.9 કરોડ થયા છે. ચાર વર્ષ પહેલા 2016માં ભારતમાં આ વપરાશકારો 35 કરોડ જેટલા હતા. એટલે ચાર વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ ડબલ થયા છે.

ભારતમાં ઈન્ટરનેટનું આગમન 25 વર્ષ પહેલા 1995ના ઓગસ્ટમાં થયું હતું. હવે ભારત જગતમાં સૌથી વધુ ઝડપે વિકસતું ઈન્ટરનેટ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. આ ભારતના કુલ વપરાશકારો છે, પણ તેમાં મોટા ભાગના વાયરલેસ (ડોંગલ અથવા સ્માર્ટફોન) કનેક્શન ધરાવતા યુઝર્સ છે.

ડિજિટલ 2020 ગ્લોબલ સ્ટેટશોટ રિપોર્ટમાં વિશ્વની સૌથી વધુ જોવાતી વેબસાઈટ્સનું લિસ્ટ જાહેર થયું છે. એ લિસ્ટમાં સમાવેશ પામેલી સાઈટ્સ..

ગૂગલ

યુટયુબ

ફેસબૂક

વિકિપીડિયા

અમેઝોન

ઈન્સ્ટાગ્રામ

યાહૂ

રેડીટ

ટ્વિટર

યાહૂ

લાઈવ

માઈક્રોસોફ્ટ

(1:04 pm IST)