Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જ્યારે ખેડૂતોનો અવાજ ઉઠે છે,ત્યારે તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે.: રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર

પોતાના અધિકારનો ઉપયોગ કરનાર પર હિંસા અને અત્યાચાર બંધ કરો

નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોને ટેકો આપનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી કેન્દ્ર સરકારને આડે હાથે લેતા તેમના પર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે ખેડૂતોનો અવાજ ઉઠે છે, ત્યારે તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે.

રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને લખ્યું છે કે મોદી સરકારે ખેડૂત ઉપર જુલમ કર્યો – પહેલા કાળા કાયદા ફરીથી ચલાવવામાં આવ્યા, પરંતુ તેઓ ભૂલી ગયા કે જ્યારે ખેડૂત અવાજ ઉઠે છે, ત્યારે તેનો અવાજ આખા દેશમાં ગુંજી ઉઠે છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં, સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે જે લોકોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે તેના પર હિંસા અને અત્યાચાર બંધ કરવામાં આવે

(11:51 am IST)