Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સાવધાન : કાલથી થવાના છે ૫ મોટા ફેરફાર

ATMથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ

નવી દિલ્હી તા. ૩૦ : ૧ ડિસેમ્બર ૨૦૨૦થી સામાન્ય જનતાની જિંદગી સાથે જોડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં RTGS, રેલવે અને ગેસ સિલેન્ડર સાથે જોડાયેલા અનેક ફેરયાર થશે જેની સીધી અસર આપની જિંદગી પર થવાની છે. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ને લઈને નિયમમાં ફેરફાર કર્યા છે. આ નિયમ કેશ ટ્રાન્સફર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત સરકારી ઓઇલ કંપનીઓ દર મહિને ગેસના ભાવ અપડેટ કરે છે.  ૧. RTGS સુવિધાનો ફાયદો - વર્ષના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બરથી આપના બેંકના પૈસા લેવડ-દેવડ સાથે જોડાયેલા આ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ને ૨૪*૭*૩૬૫ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ડિસેમ્બર ૨૦૨૦થી લાગુ થશે. જેનો અર્થ એ છે કે હવે તમે RTGSના માધ્યમથી ચોવીક કલાક મની ટ્રાન્સફર કરી શકશે. હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં સપ્તાહના તમામ કામકાજી દિવસોમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

૨. PNB ATMથી નાણા ઉપાડવાના નિયમમાં ફેરફાર - ૧ ડિસેમ્બરથી PNB 2.0 (PNB, eOBC, eUNI) વન ટાઇમ પાસવર્ડ (OTP) આધારિત નાણા ઉપાડવાની સુવિધા લાગુ કરવા જઈ રહી છે. ૧ ડિસેમ્બરની રાત્રે ૮ વાગ્યાથી લઈને સવારે ૮ વાગ્યાની વચ્ચે PNB 2.0 ATMથી એકવારમાં ૧૦ હજાર રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકાશે જે OTP આધારિત હશે. એટલે કે રાત્રીના કલાકોમાં ૧૦ હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડવા માટે PNB ગ્રાહકોને OTPની જરૂર પડશે. તેથી ગ્રાહક પોતાનો મોબાઇલ સાથે લઈને જાય.  ૩. પ્રીમિયમમાં કરી શકશે ફેરફાર- હવે પાંચ વર્ષ બાદ વીમાધારક પ્રીમિયમની રકમને ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે તેઓ અડધા હપ્તાની સાથે પણ પોલિસી ચાલુ રાખી શકે છે.

 ૪. પહેલી ડિસેમ્બરથી દોડાવાશે નવી ટ્રેનો - નોંધનીય છે કે, ઈન્ડિયન રેલવે ૧ ડિસેમ્બરથી અનેક નવી ટ્રેનો દોડાવવા જઈ રહી છે. કોરોના સંકટ બાદથી રેલવે સતત અનેક નવી સ્પેશલ ટ્રેનો દોડાવી રહી છે. હવે ૧ ડિસેમ્બરથી પણ કેટલીક ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. તેમાં ઝેલમ એકસપ્રેસ અને પંજાબ મેલ બંને સામેલ છે. બંને ટ્રેનોને સામાન્ય શ્રેણી હેઠળ ચલાવવામાં આવી રહી છે. ૦૧૦૭૭/૭૮ પુણે-જમ્મુતાવી પુણે ઝેલમ સ્પેશલ અને ૦૨૧૩૭/૩૮ મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશલ પ્રતિદિન ચાલશે.

 ૫. બદલાઈ જશે રાંધણ ગેસના ભાવ - દરેક મહિનાની પહેલી તારીખે સરકાર રાંધણ ગેસ એટલે કે LPG સિલિન્ડરોના ભાવની સમીક્ષા કરે છે. એટલે કે ૧ ડિસેમ્બરે પણ દેશભરમાં રાંધણ ગેસના ભાવ બદલાશે. ગત મહિનામાં આ ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.

(3:04 pm IST)