Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દેશમાં ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ લગભગ સ્થિર

વાયરસના કેસનો આંકડો નીચો આવી રહ્યો છે : એકિટવ કેસની સંખ્યામાં થયો ઘટાડો

નવી દિલ્હી તા. ૩૦ : ભારતમાં પાછલા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે. પાછલા સાત દિવસમાં નોંધાયેલા કેસ પાછલા બે અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસ જેટલા જ છે.

પાછલા બે અઠવાડિયા કરતા આ વખતે કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. એટલે કે અગાઉના અઠવાડિયા અને પાછલા અઠવાડિયા દરમિયાનના આંકડામાં ફેરફાર છે.

પાછલા અઠવાડિયા (૨૨થી ૨૯ નવેમ્બર) દરમિયાન ૨,૯૧,૯૦૩ નવા કેસ નોંધાયા છે, જયારે આ પહેલાના અઠવાડિયે (૮થી ૧૫ નવેમ્બર) દરમિયાન ૨,૯૨,૫૪૯ કેસ નોંધાયા હતા, જયારે ૧૫દ્મક ૨૨ નવેમ્બર દરમિયાન ૨,૯૨,૪૭૪ કેસ નોંધાયા હતા, અને મહિનાની શરુઆતના અઠવાડિયા વખતે એટલે કે ૧થી ૮ નવેમ્બર વખતે ૩,૨૪,૪૭૪ કેસ નોંધાયા હતા.

પાછલા ૭ દિવસમાં દેશમાં કોરોનાના કારણે ૩,૩૮૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાના અઠવાડિયે ૩,૬૪૧ મૃત્યુ નોંધાયા હતા અને તેના પહેલાના અઠવાડિયે આ આંકડો ૪,૦૭૬ હતો.

રવિવારે દેશમાં કોરોનાના કેસનો આંકડો ૪૦,૦૦૦ની નીચો ગયો હતો. જયાં કોરોના ઈન્ફેકશનના ૩૯,૧૯૨ કેસ નોંધાયા છે, અમારા સહયોગી વ્બ્ત્ દ્વારા રાજય સરકારો દ્વારા મેળવવામાં આવતા આંકડામાં જોવા મળ્યું કે શુક્રવારથી કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો.

પાછલા ત્રણ દિવસમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે જેમાં ગઈકાલે ૪૪૫, શનિવારે ૪૯૦ અને શુક્રવારે ૪૮૧ લોકોએ દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં નવા કેસના આંકડામાં ઘટાડો નોંધાવાની સાથે એકિટવ કેસના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે, હવે દેશમાં ૪.૫ લાખ એકિટવ કેસ છે, અને બે દિવસથી તેમાં ઘટાડો નોંધાયો છે. આ પહેલા ૨૧ નવેમ્બરથી એકિટવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો.

સતત બીજા દિવસ કેરળમાં એક દિવસના સૌથી વધારે કેસ નોંધાયા છે, રવિવારે અહીં ૫,૬૪૩ કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્ર (૫,૫૪૪) અને દિલ્હી (૪,૯૦૬)નો નંબર આવે છે. જયારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૮૫ લોકોએ પાછલા ૨૪ કલાકમાં જીવ ગુમાવ્યો છે, જયારે દિલ્હીમાં ૬૮ અને પશ્ચિમ બંગાળમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આખા ભારતમાં આંધ્રપ્રદેશનો રિકવરી રેટ સૌથી ઊંચો છે, રાજયમાં રવિવાર સુધીમાં ૯૮.૨% દર્દીઓએ કોરોના વાયરસને હરાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા ઘટતા એકિટવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

(9:41 am IST)
  • આજે છાયા ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વ ભાગમાં દેખાશે : ગુજરાતમાં નહીં દેખાય ગ્રહણની અવધિ ૪ કલાકને ૨૩ મિનિટ : ગ્રહણ સ્પર્શ ૧૨ કલાકને ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ : ગ્રહણ મોક્ષ : પ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ : ટેલિસ્કોપની મદદથી આ અવકાશી ખગોળીય ઘટના નિહાળી શકાશે : ગુજરાતમાં ગ્રહણ જોવા નહીં મળે : માત્ર ભારતના પૂર્વ વિભાગના અલ્હાબાદ, બાલી, ભાગલપુર, કટક સહીતના વિસ્તારોમાં જોવા મળશે : વિજ્ઞાન જાથા દ્વારા અવકાશી ખગોળી ઘટનાના અવલોકન : ગેરમાન્યતાના ખંડન સાથે લોકોને સાચુ માર્ગદર્શન આપવા ઠેરઠેર કાર્યક્રમો થશે તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે access_time 11:25 am IST

  • દેશમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની પરિસ્થિતિની ચર્ચા કરવા મોદી સરકારે ૪થી ડિસેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે access_time 2:01 pm IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST