Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મુંબઈના ધારાવીમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા કરૂણમોત : ઘટના સીસીટીવીમાં કેદ

રમતા રમતા ત્રણ ભાઈ બહેનો ચડી ગયા

મુંબઇના ધારાવી વિસ્તારમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીંની લીફ્ટમાં ફસાઇ જતા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લગાડવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

 આ સમગ્ર ઘટના મુંબઇના ધારાવી વિસ્તારમાં આવેલી ઘોશી શેલ્ટર બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ત્રણ ભાઈ-બહેન ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે આવવા માટે લિફટમાં ચડ્યા હતા. જ્યારે ત્રણેય બાળકો રમતા હતા ત્યારે લિફ્ટનું બટન દબાવી દીધું હતું, આ સમગ્ર ઘટના લગભગ દોઢ વાગ્યે બની હતી.

 

થોડી જ ક્ષણોમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળે આવી, પ્રથમ બે છોકરીઓ બહાર નીકળી અને પછી પાંચ વર્ષની હુઝાઇફા બહાર આવે તે પહેલા લિફ્ટનો દરવાજો બંધ થઇ ગયો હતો. અને અચાનક લીફટ શરુ થઇ ગઈ હતી. થોડા સમય બાદ વચ્ચે જ લીફટ અટકી પાડી હતી. અને પછી ચાલવા લાગી હતી.

હુઝાફા પણ લિફ્ટ સાથે નીચે પટકાયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ પહોંચેલી ફાયર બ્રિગેડની મદદથી હુઝાફાને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવમાં સાહુ નગર પોલીસ એડીઆર હેઠળ ગુનો નોંધીને કેસની તપાસ કરી રહી છે

(8:19 am IST)
  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો : 4 હજાર મીટર જેટલી ઉંચી અગ્નિની જ્વાળાઓ પહોંચી : 28 ગામોના હજારો નાગરિકોનું સ્થળાંતર કરાયું : સ્થાનિક એરપોર્ટ બંધ કરી દેવાયું : ઇન્ડોનેશિયામાં આવા 120 જેટલા જ્વાળામુખી છે access_time 5:56 pm IST

  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોનાવાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST