Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

દિલ્હીની પ્રતિષ્ઠિત એમ્સના બેંક એકાઉન્ટ પર સાઇબર અટેક : 12 કરોડની ઉચાપતથી હડકંપ

હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટોથી લગભગ 12 કરોડ ઉપાડી લીધા

 

નવી દિલ્હી : દિલ્હી સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનને  સાઇબર ઠગોએ ટારગેટ બનાવી છે. સાઈબર અપરાધીઓએ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટોથી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. ઘટનાની જાણકારી થતાં એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

  સૂત્રોના જણવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓ દ્વારા કરોડો રૂપિયાની ચપેટ લગાવ્યા બાદ ઘટના વિશે કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રાલયને એમ્સને સૂચિત કરવામાં આવ્યું છે.ઘટના થોડા દિવસો પહેલાંની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત એમ્સ વહિવટીતંત્ર અને તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાના કોઇ ઉચ્ચ પોલીસ ઓફિસર મામલે બોલવા માટે તૈયાર નથી. બીજી તરફ જે ખાતાઓમાં સેંઘ લગાવી છે. તે દેશની સૌથી મોટી સરકાર બેન્ક, ભારતીય સ્ટેટ બેન્કમાં કહેવામાં આવે છે. સંબંધિત બેન્કે પણ મામલે પોતાના સ્તર પર આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. જોકે અત્યાર સુધી તપાસમાં બેન્કના હાથમાં કંઇક લાગ્યું નથી.

દિલ્હી પોલીસના એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ નામ છાપવાની શરતે શનિવારે જણાવ્યું કે સીધેસીધો સાઇબર ક્રાઇમનો મામલો છે. 12 કરોડ રૂપિયા એમ્સના જે એકાઉન્ટ ઉપાડવામાં આવ્યા છે. તેમાંથી એક ખાતા એમ્સના નિર્દેશકના નામે અને બીજું ડીનનું નામ કહેવામાં આવી રહ્યું છે. સાઇબર ઠગીની સનસનીખેજ ઘટનાને અંજામ ચેક-ક્લોનિંગ દ્વારા આપવામાં આવશે. એમ્સ નિર્દેશકવાળા એકાઉન્ટમાંથી લગભગ સાત કરોડ રૂપિયા અને ડીનના ખાતામાંથી લગભગ પાંચ કરોડ રૂપિયા ઉપાડ્યાની વાત બાહર આવી છે.

સૂત્રોના અનુસાર કરોડો રૂપિયાની છેતરપિંડી વિશે એમ્સ વહિવટીતંત્રએ કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલેલી ગોપનીય રિપોર્ટમાં સીધેસીધા બેંકને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ ઘટના બાદ ઉતાવળમાં એસબીઆઇએ દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે. જોકે સાઇબર ઠગીના મામલે એસબીઆઇ, પોલીસ અને સંબંધિત બેન્કએ મૌન સાધી રાખ્યું છે.દિલ્હી પોલીસના એક સૂત્રે જણાવ્યું એમ્સ વહિવટીતંત્રએ પુરી ઘટનાથી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાને પણ અધિકૃત રીતે સૂચિત કરી દીધા છે. ઇઓડબ્લ્યૂ પણ તમાસમાં લાગી ગઇ છે.

(12:32 am IST)