Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

દેશના ટોચના 20 દેવાદારો પર છે 13.55 લાખ કરોડનું દેવું: કુલ લોનના 16 ટકા રકમ માત્ર 20 લોકોમાં ફસાયા : RTI માં ઘટસ્ફોટ

આ પ્રભાવશાળી દેવાદારોનું દેવું અન્ય લોકોના દેવાની સરખામણીએ બમણી ઝડપે વધ્યું !!!!

નવી દિલ્હી : દેશની અર્થવ્યસ્થા નબળી પડી છે તેમજ બેંકોનું દેવું પરત ચૂકવવા મુદ્દે ચૂનો લગાવવામાં આવતો હોવા છતાં બેંકો ટોચના 20 દેવાદારોને મોટી રકમની લોન આપીને જોખમ ઉભું કરી રહી છે.  

    RTI દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માત્ર 20 દેવાદારોને બેંકોએ રૂ.13 લાખ કરોડથી વધુ રકમ લોનરૂપે આપી છે. એટલે કે દેશભરમાં કુલ 100ની લોનમાં 16 રૂપિયા ટોચનાં 20 દેવાદારોને આપવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2019માં ટોચના 20 દેવાદારો પર રૂ.13.55 લાખ કરોડનું દેવું છે.

   દેશના ટોચના 20 દેવાદારો પર  દેવું જ નથી પરંતુ તેમનું દેવું અન્ય લોકોના દેવાની સરખામણીએ બમણી ઝડપે વધી રહ્યું છે. FY 2018માં બેંકોનું કુલ બાકી લેણું રૂ.76.88 લાખ કરોડ હતું જે વર્ષ 2019માં આશરે 12 ટકાના વધારા સાથે રૂ.86.33 લાખ કરોડે પહોંચી ગયું છે. પરંતુ આ દરમિયાન 20 દેવાદારોની લોનમાં આશરે 24 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે રૂ.10.94 લાખ કરોડથી વધીને 13.55 લાખ કરોડે પહોંચી ગઈ છે.

   ઉદ્યોગ જગતની કુલ લોનનો અડધો હિસ્સો ફક્ત 20 દેવાદારો પાસે જો આ ટોચના 20 દેવાદારોની સરખામણી ઉદ્યોગ જગત સાથે કરવામાં આવે તો કુલ ઉદ્યોગ જગતને જેટલી લોન આપવામાં આવી તેનો આશરે અડધો હિસ્સો આ પ્રભાવશાળી દેવાદારોને આપવામાં આવ્યો છે. 2019માં ઉદ્યોગ જગત પર કુલ રૂ.28.85 લાખ કરોડનું દેવું બાકી હતું.

 

(10:14 pm IST)