Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મહારાષ્ટ્ર્ના ધૂલે જિલ્લામાં બોરી નદીમાં પિકઅપ વાન ખાબકી : સાત લોકોના ઘટનાસ્થળે મોત : 24 ઘાયલ

શિરુર તાલુકાના વિંચર ગામ નજીક બોરી નદીમાં પિકઅપ વાન પડી: તમામ મૃતકો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના વતની

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં  શિરુર તાલુકાના વિંચર ગામ નજીક બોરી નદીમાં પિકઅપ વાન પડી જતાં અકસ્માત સર્જાયો હતો. અહેવાલો મુજબ વાનમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જયારે 24 લોકો ઘાયલ થયા છે આ અકસ્માત રાત્રે 2 થી 3 દરમિયાન બન્યો હતો. ઘાયલોને ધુલે જિલ્લાની ડાયમંડ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અકસ્માત સમયે પીકઅપ વાન પુર ઝડપે હતી અને ડ્રાઇવર તેને કાબૂમાં કરી શક્યો નહીં. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી.

 તમામ મૃતકો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના છે. તેઓ મહારાષ્ટ્રના ઉસ્માનબાદના ખેતરોમાં જઇ રહ્યા હતા. અને તેઓનો પરિવાર સાથે હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને આ અકસ્માતની માહિતી આપી હતી. બચાવકર્તાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલમાં મૃત્યુ પામેલા લોકોના નામ જાણી શકાયા નથી.

(1:55 pm IST)