Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કાલથી સામાન્ય લોકો સાથે જોડાયેલી આ ચાર વાતો બદલાશે

નવી દિલ્હી, તા.૩૦:  પ્રથમ ડિસેમ્બરથી અનેક એવા બદલાવ થશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. હકીકતમાં ડિસેમ્બરથી અનેક નાણાકીય પરિવર્તનો આવી રહ્યા છે, જેના વિશે લોકોએ જાણવું જરૂરી છે. જેમાં LIC , PM-કિસાન સમ્માન નિધિ સ્કીમ, મોબાઇલ ટેરિફ  વગેરે સામેલ છે. તો જાણીએ પ્રથમ ડિસેમ્બર થી શું શું પરિવર્તનો આવશે.

૧) મોબાઇલ પર વાત કરવી મોંદ્યી થશે ૅં આ વર્ષના અંતિમ મહિનાની પ્રથમ તારીખથી આમ આદમીના ખિસ્સા પર ભાર વધી શકે છે. પ્રથમ ડિસેમ્બરથી ગ્રાહકો માટે કોલિંગની સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પણ મોંદ્યું થશે. એટલે કે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં વધારો કરવાનો પ્લાન કરવાની તૈયારીમાં છે. ટેલિકોમ કંપની આઈડિયા-વોડાફોન, એરટેલ આ અંગે પહેલા જ જાહેરાત કરી ચુકી છે. ટેલિકોમ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે ૧૪ વર્ષ જૂના એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR) પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓ પર દેવું વધી ગયું છે. આ માટે કંપનીઓ ટેરિફ વધારવાની તૈયારી કરી રહી છે.

૨) લાઇફ ઇન્શ્યોરન્સના નિયમમાં બદલાવઃ ડિસેમ્બરથી લાઇફ ઇન્શ્યોરન્સ અંગે નિયમો બદલાઈ રહ્યા છે. એવામાં તમે નવી પોલીસી લેવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જોઈ શકો છો. IRDAI એક ડિસેમ્બરથી લાઇફ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં નવા નિયમો લાગૂ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા નિયમ પ્રમાણે પ્રીમિયમ થોડું મોંદ્યું થઈ શકે છે તેમજ ગેરંટી રિટર્ન થોડું ઓછું થઈ શકે છે. આઈડીબીઆઈ ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સના સીએમઓ કાર્તિક રમણનું કહેવું છે કે જો પ્રીમિયમ મોંદ્યું થશે તો ગ્રાહકોને વધારે ફિચર્સનો લાભ મળશે.

૩) LIC પ્લાન્સ અને પ્રપોઝલ ફોર્મમાં પરિવર્તનઃ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ૧ ડિસેમ્બર, ૨૦૧૯થી પોતાના વિવિધ પ્લાન અને પ્રપોઝલ ફોર્મમાં મોટો ફેરફાર કરશે. IRDAIના નવી ગાઇડલાઇન્સ લાગૂ થયા બાદ LICના પ્રપોઝલ ફોર્મ હવે પહેલાથી વધારે મોટા અને વિસ્તૃત હશે.

૪) ૬૦૦૦ રૂપિયા માટે આધાર લિંક જરૂરીઃ મોદી સરકારે પીએમ-કિસાન સમ્માન નિધિ સ્કિમ નો હપ્તો મેળવવા માટે આધાર લિંક કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર નક્કી કરી છે. જો કોઈ પોતાનો આધાર નંબર લિંક નહીં કરે તો તેમના ખાતામાં ૬૦૦૦ રૂપિયા નહીં મળે. એટલે કે ૩૦મી નવેમ્બર સુધીમાં કોઈ ખેડૂત આવું નહીં કરે તો તેને આ લાભ નહીં મળે. જમ્મુ-કાશ્મીર, લદાખ, આસાર અને મેદ્યાલયના ખેડૂતોને ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધી આ મોકો આપવામાં આવશે.

(12:54 pm IST)