Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જીડીપીના આંકડાને લઈને પ્રિયંકાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું : કહ્યું અચ્છે દિન આવી ગયા છે

વાદા તેરા વાદા બે કરોડ રોજગાર દર વર્ષે, પાકના બમણા ભાવ ,અચ્છે દિન આયેંગે, મેઈક ઇન ઇન્ડિયા થશે,

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જીડીપીના આંકડાને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે અચ્છે દિન આવી ગયા છે. તેમણે શનિવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે વાદા તેરા વાદા બે કરોડ રોજગાર દર વર્ષે, પાકના બમણા ભાવ ,અચ્છે દિન આયેંગે, મેઈક ઇન ઇન્ડિયા થશે, અર્થ વ્યવસ્થા પાંચ ટ્રીલીયનની થશે. શું કોઈપણ વાયદા પર હિસાબ મળશે.

  તેમણે આગળ લખ્યું કે જીડીપી ગ્રોથ ૪.૫ ટકા થયો છે. જે દર્શાવે છે કે તમામ વાયદા ખોટા છે.તેમજ વિકાસની આશા રાખનારા ભારત અને તેની અર્થવ્યવસ્થાને ભાજપ સરકારે તેની નાકામીના પગલે બરબાદ કરી દીધી છે.

  દેશના બીજા ત્રિમાસિક ગાળામા વિકાસ દરને મોટો ફટકો પડ્યો છે. જેમાં મોદી સરકારે જાહેર કરેલા આંકડા મુજબ આર્થિક વિકાસ દર ૭ ટકાથી ઘટીને ૪.૫ ટકાએ પહોંચ્યો છે. જે ૬ વર્ષનો સૌથી નીચલા સ્તરે છે. આ પૂર્વે સરકાર આઠ કોર સેક્ટરના આંકડા પણ જાહેર કર્યા હતા જેમાં પણ ૫.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના પરથી જ સ્પષ્ટ થયું હતું કે જીડીપીમાં ઘટાડો થયો છે.

  દેશમા મોદી સરકારે જ જાહેર કરેલા બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ- સપ્ટેમ્બર ૨૦૧૯ના વિકાસ દરના આંકડાએ જ તેમના દાવાની પોલ ખોલી નાંખી છે. તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણના દાવા ધીમી અર્થવ્યવસ્થાના દાવાને પણ ખોટા પુરવાર કરી દીધા છે .જેમાં બીજા ત્રિમાસિક ગાળાના સામે આવેલા વિકાસ દર ૬ વર્ષના નીચલા સ્તરે છે. બીજા ત્રિમાસિક ગાળાનો વિકાસ દર માત્ર ૪.૫ ટકા નોંધાયો છે. જે દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે

(12:06 pm IST)