Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

શિવસેનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શહીદ અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા અંગે સવાલ ઉઠાવ્યા

મુંબઈ : મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યાં બાદ શિવસેનાના સુર બદલાયા છે  શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા અંગે સવાલ ઉઠાવ્યા છે.

 સામનામાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ કે ગાંધી પરિવાર સાથે રાજકીય વિવાદ કે મતભેદ હોય શકે છે પરંતુ કોઈના જીવ સાથે રમત ન કરો અને સુરક્ષા વ્યવસ્થાની મજાક ન કરો. સામનામાં શિવસેનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શહીદ અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા છે.

  સામનામાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરી, આ હત્યા બાદ ગાંધી પરિવારને ખતરો હોવાને કારણે તેમની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હતી. જો કે હાલની સરકારે તેમના જીવને કોઈ ખતરો નથી તેમ જણાવી સુરક્ષા હટાવી દીધી છે

 . શિવસેનાએ કહ્યું છેલ્લાં પાંચ વર્ષમાં નહેરૂ પરિવાર સાથેનો વેર વધી ગયો છે. શિવસેના વધુમાં લખ્યું કે ઈન્દિરા ગાંધી કોઈ એક પાર્ટીના ન હતા તેઓ રાષ્ટ્રના હતા.

    તેઓએ લખ્યું કે વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય નેતા આજે પણ સુરક્ષાના પિંજરામાં જ ફરે છે જેનો અર્થ થયો કે દેશ આજે પણ સુરક્ષિત નથી. સુરક્ષા વ્યવસ્થાવાળા નેતાઓમાં ભારતના વડાપ્રધાન મોદીનું નામ ઉપલા ક્રમાંકમાં છે. શિવસેનાએ સરકાર પર સવાલ કર્યા કે વિરોધીઓની સુરક્ષા હટાવીને સત્તાધારી લોકોની સુરક્ષા વધારવામાં આવે છે. સાથે જ ગાંધી પરિવારના સુરક્ષા કાફલામાં જૂની ગાડીઓને મોકલવાની ખબર ચિંતાજનક છે તેનો પણ ઉલ્લેખ સામનામાં કરાયો છે. ત્યારે વડાપ્રધાને આ અંગે ધ્યાન આપવું જોઈએ તેવો ઉલ્લેખ પણ કરાયો.

(11:39 am IST)