Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

૧૦ હજાર થી વધારે દવાઓ થશે સસ્તી

દવા કંપનીઓએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી તા ૩૦  : દેશમાં વેચાતી ભાવ નિયંત્રણ સિવાયની બધી દવાઓ પર ૩૦ ટકા ટ્રેડ માર્જીન લાગુ કરવા સરકાર અને ફાર્મા કંપનીઓ વચ્ચે સંમતિ સધાઇ છે. હાલમાં જ થયેલી એક બેઠકમાં દવા કંપનીઓએ સરકારના પ્રસ્તાવ પર પોતાની સહમતિ આપી દીધી છે. આ નિર્ણયથી ભાવ નિયંત્રણની બહાર રહેલી ૬ હજારથી વધુ દવાઓની કિંમતમાં ઘટાડો થશે.

એવું માનવામાં આવે છે કે આ પગલાથી બજારમાં મળતી ૮૦ ટકા દવાઓના ભાવમાં ઘટાડો થશે. બધી દવાઓ પર પ્રોફીટ માર્જીનની મહતમ લીમીટ ૩૦ ટકા જ રાખવામાં આવશે. કોઇ દવાની પડતર નક્કી કરવા માટે દવાઓ પર થતા ખર્ચ અને કંપની તરફથી રિસર્ચ માટે કરાતા ખર્ચને પણ સામેલ કરવામાં આવશે.

(11:36 am IST)