Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

72 ફુટ લાંબી સબમરીનમાંથી 644 કરોડની કિંમતનું 3500 કિલાગ્રામ કોકેઇન જપ્ત

પાંચ દેશોની પોલીસનું સંયુક્ત ઓપરેશન : એટલાન્ટિક મહાસાગરને પાર કરતા હજારો માઇલનું અંતર કાપીને નશીલા પ્રદાર્થોની હેરાફેરી

મેડ્રિડ: સબમરીન દ્વારા એટલાન્ટિક મહાસાગરને પાર કરતા દક્ષિણ અમેરિકાથી હજારો માઇલનું અંતર કાપીને નશીલા પદાર્થોની તસ્કરી કરવાનો મામલો બહાર આવ્યો છે.

પાંચ દેશોની પોલીસનાં સંયુક્ત ઓપરેશન પછી સ્પેનનાં ઉત્તર-પશ્ચિમી ભાગમાં વિગોનાં તટ પર છુપાવવામાં આવેલી સબમરીનને જપ્ત કરવામાં આવી છે.

ફાઇબર ગ્લાસમાંથી બનેલી 72 ફુટ લાંબી સબમરીનમાંથી 644 કરોડ રૂપિયાની કિંમતનું 3500 કિલાગ્રામ કોકેઇન જપ્ત કરાયું હતું.એવું મનાય છે કે નશાકારક દ્ર્વ્યની તસ્કરી કોલંબિયાથી બ્રિટનનાં બજારોમાં વેચવા માટે કરવામાં આવી રહી હતી,તેની પાછળ દક્ષિણ અમેરિકાનાં કોઇ મોટા ડ્રગ્સ માફિયા ગ્રુપનો હાથ હોવાનું મનાય છે.

સ્પેનિશ પોલીસે ઇક્વાડોરનાં બે લોકોની સબમરીન સાથે ધરપકડ કરી છે.જોકે કે સ્પેનિસ મુળનો એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.કોલંબિયાથી આવેલી સબમરીન પકડાઇ તે પહેલા તેણે 7690 કિલોમીટરનું સફર પુરૂ કર્યું હતું,

સ્પેનિશ પોલીસ અને નાણા વિભાગનાં જણાવ્યા અનુંસાર સબમરીન દ્વારા અમેરિકામાં નશાકારક પદાર્થોની તસ્કરી કરવી સામાન્ય બાબત છે,પરંતું તે સબમરીનોની ક્ષમતા માત્ર એક અથવા બે હજાર કિલોમીટરનું સફર કરવાની હોય છે.

(12:03 am IST)
  • નવા બજેટમાં મોદી સરકારનું સમગ્ર ધ્યાન ઈન્કમટેક્ષ સ્લેબ - કોર્પોરેટ માળખુ અને શેર બજાર ઉપર કેન્દ્રીત રહેશે : બજેટની તૈયારીનો ધમધમાટ : ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ મોદી સરકારે આવી રહેલા બજેટની ૨૮% કામગીરી પૂર્ણ કરી લીધી છે અને બજેટ અંગે જોરશોરથી કાર્યવાહી ચાલુ છે : નાણાખાતાના વર્તુળો જણાવે છે કે આગામી કેન્દ્રના નવા અંદાજપત્રમાં મોદી સરકારનું સમગ્ર ધ્યાન ઈન્કમટેકસ સ્લેબ, કોર્પોરેટ સ્ટ્રકચર અને શેર બજાર સંબંધીત મહત્વની જાહેરાતો ઉપર જ રહેશે access_time 3:46 pm IST

  • મહારાષ્ટ્રઃ ઉધ્ધવની પરેશાની શરૂ : આંતરિક ખેંચતાણઃ N.C.P. કહે છે... રરમી પછી ડે. C.M. નો ફેંસલો : શું ઉધ્ધવ ઠાકરેની સમસ્યાઓનો અંત જ નથી ? આ સવાલ એટલા માટે ઉઠે છે કે ભલે કોંગ્રેસે સ્પીકર પદ માટે સહમતી આપી દીધી પણ ડે.સી.એમ.ને લઇને હજુ ફેંસલો થઇ શકયો નથીઃ એનસીપી કહે છે કે ફેંસલો રરમી પછી થશેઃ સૂત્રોના કહેવા મુજબ એનસીપીમાં પણ અંદર બખડજંતર છે અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે પણ ખેંચતાણ છે. access_time 3:48 pm IST

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચુંટણી પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ચૂંટણી જોડાણને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે access_time 5:46 pm IST