Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ફાસ્ટટેગથી હાલ પુરતી રાહત: સરકારે 15 ડિસેમ્બર સુધી મુદત વધારી દીધી

વર્તમાન નિયમ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલને પાર કરી શકશે

 

નવી દિલ્હી : ફાસ્ટેગ વિશે મોટી રાહત મળી છે. 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બની ગયો છે. જ્યારે તે 15 ડિસેમ્બર સુધી ટળી ગયો છે. વર્તમાન નિયમ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલને પાર કરી શકશે. ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે, સરકારે 1 ડિસેમ્બરથી દરેક વાહન પર (FASTags) લગાવવાનું ફરજિયાત કર્યું હતું. ફાસ્ટેગ ફક્ત નેશનલ હાઇવે માટે છે. જો તમે રાજ્યનાં ધોરીમાર્ગના ટોલમાંથી પસાર થશો તો તે કામ કરશે નહીં.

   મોબાઇલની જેમ રિચાર્જ થવા વાળું ફાસ્ટેગ તમારે વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવું પડશે. વિના, જો તમે ટોલ પ્લાઝા પર ફાસ્ટાગ લેનમાંથી પસાર થશો તો ડબલ ટોલ ચૂકવવો પડશે. જ્યારે ટોલ પ્લાઝા પર એક લેન એવી પણ બનાવવામાં આવશે જે ફાસ્ટેગ વગરના વાહનો માટે હશે અને તે લેનમાંથી પસાર થવા પર સામાન્ય ટોલ લેવામાં આવશે.

ફાસ્ટેગ લગાવવાનો સૌથી મોટો ફાયદો સમય બચાવવાનો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીના કિસ્સામાં તે ઘણો સમય લે છે. પરંતુ જો તમારી કાર પર ફાસ્ટેગ લાગેલો હોય તો ટોલ પ્લાઝા પરનાં કેમેરા તેને સ્કેન કરશે અને તે રકમ આપમેળે ડિબેટ થઈ જશે. પછી ટોલ ગેટ ખુલશે અને તમે તમારી યાત્રા પર આગળ વધી શકો છો. પ્રક્રિયા ફક્ત થોડીક સેકંડમાં પૂર્ણ થઈ જશે.

(11:03 pm IST)