Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

યુ.એસ.માં એટલાન્ટામાં ઇન્ડિયન અમેરીકન શ્રી જોએલ સિંઘ ઉપર વંશીય હુમલોઃ મોલમા આવેલા ૩ યુવાનો શ્રી સિંઘના મોઢા ઉપર વ્હીપ્ડ ક્રીમનો છંટકાવ કરી નાસી છૂટતા આંખોની રોશનીમા ૩ કલાક સુધી ઝાંખપ આવી ગઇ

એટલાન્ટાઃ યુ.એસ.ના એટલાન્ટામાં મોલ વેસ્ટ એન્ડ ખાતે મિત્રના મોલની મુલાકાતે ગયેલા ઇન્ડિયન અમેરીકન શ્રી જોએલ સિંઘ ઉપર વંશીય હુમલો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ગયા ગુરૂવારે શ્રી સિંઘ મોલમા હતા ત્યારે ૩ યુવાનો તેમના ઉપર વ્હીપ્ડ ક્રિમનો છંટકાવ કરી નાસી છૂટયા હતા. જેના પરીણામે તેમના મોઢા ઉપર ક્રીમના ડાઘા પડી જવા ઉપરાંત ૩ કલાક સુધી આંખોની દ્રષ્ટિ ઘૂંઘવાઇ ગઇ હતી. આ હુમલો વંશીય હોઇ શકે તેવા અનુમાન સાથે પોલીસ તપાસ ચાલુ કરી દેવાઇ છે.

(10:00 pm IST)