Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

નેપાલની ટીનેજરે સતત ૧૨૬ કલાક ડાન્સ કરીને બનાવ્યો રેકોર્ડ

કાઠમંડ, તા.૩૦: ૨૦૧૧ની સાલમા કેરળની કલમિડલમ હેમલતાએ ૧૨૩ કલાક ૧૫ મિનિટ સુધી ડાન્સ કરીને સૌથી લાંબો સમય ઠાન્સ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. નેપાલની ૧૭ વર્ષની બંદના નેપાલે આ રેકોર્ડ બુધવારે તોડયો હતો. તેણે શુક્રવારે એટલે કે ૨૩ નવેમ્બરે નૃત્ય કરવાનું શરૂ કરગું હતું ખને ૧૨૬ કલાક સુધી તે નૃત્ય કરતી રહી. બુધવારે બપોરે તેણે વિરામ લીધો અને ત્યાં ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સ દ્વારા સૌથી લાંબી નૃત્યસાધનાનો વિક્રમ તેના નામે થયો. બંદનાએ કાઠમંડુની બિગ ફૂડલેન્ડ રેસ્ટોરાંમાં આ પર્ફોર્મન્સ કર્યો હતો.

(3:53 pm IST)