Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

નીતિ આયોગ અને સીએસઓએ યુપીએ શાસનકાળના જીડીપી આંકડા બદલીને ફરીથી જાહેર કરતા વિવાદ

અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિને છુપાવવા માટે નવા આંકડા જારી કરાવ્યા:કોંગ્રેસ

નવી દિલ્હી :યુપીએ સરકારના સમયના જીડીપી આંકડાઓને બદલીને ફરીથી જાહેર કરવા બદલ નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને નાણા પ્રધાન અરુણ જેટલીને નિશાન બનાવ્યા છે.

  કોંગ્રેસે જણાવ્યું છે કે વડાપ્રધાન અને જેટલીએ અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિને છુપાવવા માટે નવા આંકડા જારી કરાવ્યા છે. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે એનડીએના ચાર વર્ષોમાં જીડીપીનો દર યુપીએના શાસન કરતા વધુ રહ્યો છે.

 કોંગ્રેસે ભાજપના આ પગલાને ખરાબ મશ્કરી ગણાવી છે. પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે એક પછી એક અનેક ટ્વિટ કરીને મોદી સરકાર અને નીતિ આયોગને નિશાન બનાવ્યા છે

(12:09 pm IST)