Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મુંબઈથી દુબઇ વચ્ચે દરિયામાં અંદર દોડશે ટ્રેન

મુંબઈને ફૂજેરા સાથે પાણીની નીતે ખૂબ ગતિ ધરાવતા રેલ નેટવર્ક સાથે જોડવાયોજના

 

મુંબઈ :હાઈપરપુલ અને ડ્રાઈવરલેસ ફ્લાઈંગ કાર બાદ હવે યુએઈ હાલમાં ભવિષ્યના એક અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યો છે. જે ભારત સાથે જોડાશે. નજીકના ભવિષ્યમાં દુબઈ મુંબઈના સમુદ્ર નીચેથી એક રેલવે લાઈટ સેટઅપ કરશે

 . ખાલિજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર અબુધાબીમાં યોજાયેલી યુએઈ-ઈન્ડિયા ક્નક્લેવ દરમિયાન નેશનલ એડવાઈઝર બ્યૂરો લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ અબ્દુલ્લા અલશેહીએ વાતની સ્પષ્ટતા કરી હતી.

અલશેહી ફર્મ નેશનલ એડવાઈઝરી બ્યૂરો લિમિટેડના ફાઉન્ડર છે. તેણે કહ્યું કે, પાણીની નીચે રેલ નેટવર્કથી યુએઈ-ભારત સિવાય પણ બીજા કેટલાક દેશને ફાયદો થશે. પ્રવાસીઓ સિવાય પણ અન્ય સામાનની આયાત નિકાસ માટે નેટવર્ક ઉપયોગી સાબિત થશે. એક વિચાર છે અને ભારતની આર્થિક રાજધાની મુંબઈને ફૂજેરા સાથે પાણીની નીતે ખૂબ ગતિ ધરાવતા રેલ નેટવર્ક સાથે જોડવા માગીએ છીએ. પ્રોજેક્ટથી દ્વિપક્ષીય કારોબારને પણ વેગ મળ રહેશે. ભારતને તેલ મળી રહેશે જ્યારે દુબઈને પાણી મળી રહેશે.

  અલશેહીએ ઉમેર્યું કે, પ્રોજેક્ટ પર અનેક રીતે વિચારણા કરવાની જરૂર છે. પ્રોજેક્ટ માટે દુબઈમાં ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવશે. જો વિચાર હકીકતમાં બદલાયો તો ભારત અને દુબઈ વચ્ચે 2000 કિમીનું રેલનેટવર્ક આકાર લેશે. દુનિયાભરમાં હજુ આવા કેટલાક પ્રોજેક્ટ લાઈનમાં છે. ચીન, રશિયા, કેનેડા અને અમેરિકાને પણ જોડવાની વાત થઈ રહી છે. બીજી તરફ ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે. જે પ્રોજેક્ટમાં પણ જમીનની નીચેથી ટ્રેન દોડાવવાની વાત છે.

(12:00 am IST)