Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

અમદાવાદ હવાઈ મથકે નરેન્દ્રભાઈનું સ્વાગત

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ હવાઈ મથકે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહરાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રી બિજલ પટેલ અને મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.(તસ્વીરઃ નિમિષ ગણાત્રા)

(3:11 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST